તોફાન-મેઘનાદ ભટ્ટ
મારા શૈશવના સ્મશાનમાં
પોઢી ગયેલી ક્ષણોને
પુનર્જન્મ આપો
તો…
દરિયાની ભીંસમાં ચગદાયેલ આ શહેરને
મારા ગામની નદીથી નવડાવી દઉં,
સમુદ્રનાં આ તોતિંગ મકાનો પર
નદી ઉપરનાં હિરણ્યગર્ભ વૃક્ષોનાં
હરિયાળાં તોરણો બાંધી દઉં
અને
ગાડા નીચેના શ્વાન જેવા
જનસમુદાયને,
મારા ફળિયાના રાજા
-ઓલા લાલિયા કૂતરા
જેવી રાડ પાડતાંય શીખવી દઉં.
કલ્લોલથી કલબલ કરતી
મારા શૈશવની એ ક્ષણોના
પુનર્જન્મને આવકારવા
ફાઉન્ટનના સુકાયેલા ફુવારામાં
એક એવું તો ધનંજય બાણ મારી દઉં
કે
અસહાય બનીને
ભરસભામાં દ્રોપદીનાં વસ્ત્રહરણના મૂક સાક્ષી બની
રહેલા
ભિષ્મ પિતામહની નીંદરઘેરી આંખો
ઉના એ પાણીની છાલકથી
સદાયને માટે
ખૂલી જાય, ખૂલી જાય.
- મેઘનાદ ભટ્ટ(૨૪-૧૦૧૯૩૬-૨૨-૦૪-૧૯૯૭) ૧૯૮૦માં પ્રકટ થયેલા કાવ્ય સંગ્રહ’છિપલાં’માં આ કવિ કહે છે ‘કવિતા મારે માટે જીવનનું એક ‘કમિટમેન્ટ’, પ્રતિજ્ઞાકર્મ છે, રહેશે. મેઘનાદની કવિતા વલોવી નાંખે , અસ્વસ્થ કરી મૂકે એવી છે . કવિતા નએ વિષાદ એના લોહીમાં છે. બીજો સંગ્રહ’મલાજો’૧૯૮૮મા પ્રકટ થયો.
2 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



સરસ કાવ્ય માણવા મળ્યું.
Comment by હિના પારેખ | June 28, 2008
it is very nice
Comment by sushila | June 29, 2008