ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તુલસીનું પાંદડું..

મેં  તો  તુલસીનું  પાંદડું  બીયરમાં નાખીને  પીધું.

ઘાસભરી  ખીણમાં પડતો વરસાદ
           ક્યાંક છૂટાછવાયાં  ઢોર  ચરતાં,
ભુલકણી  આંખનો ડોળો  ફરે ને
           એમ  પાંદડામાં  ટીપાંઓ  ફરતાં.

મેં તો આબરૂના  કાંકરાથી પાણીને કુંડાળું દીધું.
પાણીનાં ટીપાંથી  ઝગમગતા   ઘાસમાં
           નભના ગોવાળિયાઓ ભમતા,
ઝૂલતા  કંદબના  ઝાડમાંથી મોઈ ને
          દાંડીઓ  બનાવીને  રમતા.

મેં  તો  વેશ્યાના  હાથને  સીતાનું  છૂદણું    દીધું.
મેં  તો  તુલસીનું  પાંદડું  બીયરમાં નાખીને  પીધું.

-અનિલ જોશી

 

June 19, 2008 - Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 6 Comments

6 Comments »

  1. મેં તો વેશ્યાના હાથને સીતાનું છૂદણું દીધું.
    મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું.

    Anil Joshi paasethI aavo virodhabhaas jova male te ashchary ja…

    Comment by vijayshah | June 20, 2008

  2. Vijaybhai,
    અનિલ જોશીની આ કવિતા મારી દ્ર્ષ્ટીએ અફલાતુન છે.. જે સ્ત્રીને સમાજ ધીક્કરે છે..( એની મજબુરીને સમજવાને બદલે.).”સમાજની નાતમાંથી બહાર તગડે છે ત્યારે કવિ ને દયા ઉપજે છે..સીતાની મજબુરી, ને સમાજની બહાર હઠાવી ..રાજ્ય-રાણી જંગલમાં જઈ વસે!! એ સ્ત્રીના છૂંદણા આપણે પારખી નથી શકતા.આ કવિ પારખી શક્યો છે.
    તુલસી તો એક એવી પવિત્ર વસ્તું છે કે એ જ્યાં ભળે -મળે તે વસ્તું પણ અ પવિત્ર બની જાય! બિયર પણ દિયર બને! કવિ એ પણ કહેવા માંગતો હોય કે આંડબરીઓ ધર્મને નામે આવા ચેન -ચાળા ન કરે!!

    Comment by વિશ્વદીપ બારડ | June 20, 2008

  3. અનિલ જોશીની સુંદર રચના. તમે કરેલી કોમેન્ટમાં “જ્યાં ભળે -મળે તે વસ્તું પણ અ પવિત્ર બની જાય…”માં “અ” વધારાનો આવી ગયો લાગે છે.

    Comment by Harsukh Thanki | June 20, 2008

  4. મારી ડાયરી અહીં સાથે લાવી નથી..પરંતુ અહીં એ ખોટ તમે પૂરી કરી દીધી…. આભાર

    Comment by nilamdoshi | June 20, 2008

  5. tamari coment sathe tame mara banne blog upar chho

    Comment by vijayshah | June 21, 2008

  6. What a beautiful way to say.
    kaajalni kotadima jem kalash lage
    tulasina panani pavitrata felaya vagar n rahe.

    Comment by pravina A kadakia | June 23, 2008


Leave a comment