ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હજારો ખેલ ખેલ્યા કરે..

કોઈ સ્મરણની હોળી, કોઈ સ્મરણની દિવાળી કરે,
મન   ક્યારે ક્યારે   કદી   જુદુ   જુદુ  જલન  કરે.

 

આશને   અરમાન  વચ્ચે  માનવી  ઘુંટાયા  કરે,
જિંદગી  કેવા   કેવા  તોફાનો     જગાવ્યા    કરે.

 

સમય-આધિને  ગોળ,  ગોળ   કેમ  ફર્યા    કરે?
અંતમાં તો  એમની  ઓળખાણ  ગુમાવ્યા   કરે.

 

ટુંકી    જિંદગીમાં    હજારો   ખેલ   ખેલ્યા  કરે,
અસ્તીત્વની   આરતી   ખુદની   ઉતાર્યા   કરે.

 

 

 

 

                                                                                            

 

June 18, 2008 - Posted by વિશ્વદીપ બારડ | સ્વરચિત રચના | | 6 Comments

6 Comments »

  1. કોઈ સ્મરણની હોળી, કોઈ સ્મરણની દિવાળી કરે,
    મન ક્યારે ક્યારે કદી જુદુ જુદુ જલન કરે.

    સરસ ભાવાભીવ્યક્તી.

    Comment by સુનીલ શાહ | June 18, 2008

  2. khub saras .. abhinandan..

    Comment by chetu | June 18, 2008

  3. saras!

    Comment by vijayshah | June 19, 2008

  4. કોઈ સ્મરણની હોળી, કોઈ સ્મરણની દિવાળી કરે,
    મન ક્યારે ક્યારે કદી જુદુ જુદુ જલન કરે.

    અરે વાહ,મેં આટલું મોડું કેમ જોયું ?!!!!

    Comment by devika dhruva | June 21, 2008

  5. સુંદર
    આ પંક્તીઓ ગમી
    આશને અરમાન વચ્ચે માનવી ઘુંટાયા કરે,
    જિંદગી કેવા કેવા તોફાનો જગાવ્યા કરે.

    Comment by pragnaju | June 21, 2008

  6. વાહ ! અતિ સુંદર

    Comment by RAZIA MIRZA | July 1, 2008

Leave a comment