ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સુંદર ગઝલ…

ફૂલ   છું  સુંઘો    મને
પર્સમાં     મૂકો   મને

ત્યાં નહીં તો ત્યાં પછી
ક્યાંક તો મળજો  મને

મેં  કશું પૂછ્યું  છે ક્યાં
ના, દિલાસો દો  મને

આમ ના સમજો  ભલે
આમ તો સમજો  મને

છો વચન પાળો નહીં
હાથ તો આપો   મને.

-કૈલાશ પંડિત

June 10, 2008 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 1 Comment

1 Comment »

  1. છો વચન પાળો નહીં
    હાથ તો આપો મને.
    ગમી

    Comment by jayeshupadhyaya | June 10, 2008


Leave a comment