જોયા કરું…
ભવનો તરસ્યો હું ઠગારાં વાદળાં જોયા કરું,
આંખડી લ્હોયા કરું ને ઝાંઝવાં જોયા કરું.
આવશે તો એકદિ’ એની નજરમાં આ દશા,
આંધળો વિશ્વાસ એની આંખમાં જોયા કરું.
કોણ જાણે ચિરપરિચિત હોય જખ્મો એ બધા,
હું સિતારાઓ ગણીને આસમાં જોયા કરું.
જિંદગીમાં દર્દનો આવો નશો કાયમ રહે,
જે મળે છે ભાનમાં બેભાનમાં જોયા કરું.
દુર્દશા તો થાય છે બન્ને જણાંની શું કરે?
એ, મને જુએ અને હું ખ્વાબમાં જોયા કરું.
રાહ મારી આપ સામા તટ ઉપર જોતાં હશે,
એ ખયાલોમાં તમોને ક્યારના જોયા કરું.
શાપ પણ કૈં કેટલી વેળા બને અશીર્વચન,
આપના જુલ્મોમહીં હું તો વફા જોયા કરું.
મુજને તો એની દશાનો ખ્યાલ છે ‘મેહુલ’ ઘણો,
એટલે દિનરાત એને ધ્યાનમાં જોયા કરું.
-સુરેન ઠાકર -મેહુલ’




સુંદર રચના… લાંબા સમયે માણી… આભાર..
શાપ પણ કૈં કેટલી વેળા બને અશીર્વચન,
આપના જુલ્મોમહીં હું તો વફા જોયા કરું.
કૈલાસ પંડીત યાદ આવ્યા
તમારા સમ મને છે કેટલી શ્રધ્ધા તમારા પર
તમે જો શ્રાપ પણ દેશો તો એ વરદાન થઇ જાશે
Woderful.
Feels like reading over and over again.
khub j umda gazal .. !! adbhut khayaalo baandhya chhe !!
સુંદર બ્લોગ આનદ થયો.
કમલેશકુમાર બી. ચૌહાણ
http://kamleshkumar.wordpress.com