
એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ ન લાચાર બનાવે.
હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું બધા દૂરથી રસ્તા બતાવે.
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
છે મારી મુસીબતનું ‘મરીઝ’એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું મને કોણ મનાવે?
May 14, 2008 -
Posted by
વિશ્વદીપ બારડ |
ગમતી ગઝલ |
|
6 Comments
“KADACH BADHA NA DILANO EK KORANER AVUN J KANEE KAHETUN
HASHE “
મરીઝસાહેબ ની ગઝલ વીષે લખવું એટલે સુરજને આગીયો બતાવવા સમ છે
http://jayeshupadhyaya.wordpress.com
વાહ, મરીઝ સાહેબ “હું મુજથી રૂઠેલો છું મુજને કોણ મનાવે?”
ક્યા બાત હૈ!
આતો એના જેવું થયું ” જાગતાને કોણ જગાડે?”
આખી ગઝલ આ પ્રમાણે છે
એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.
હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે િમલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
વાતોની કલા લ્યે કોઈ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.
રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હોય,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નિહ આવે.
છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?
ઊર્મિની રચના યાદ આવી
રાધા રિસાઇ
કુંજગલીમાં,
ને કાનો મથુરામાં,
મનાવે હવે
કોણ? કોને? ક્યાં?
મરીઝની લબ્ધપ્રતિષ્ઠ કૃતિ…
છે મારી મુસીબતનું ‘મરીઝ’એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું મને કોણ મનાવે?
very true…..pothi ruthelane kon manai hake ?