ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અમને દોડાવ્યા…

ક્ષિતિજે    ઘાસ  જેવી    લીલી  ક્ષણ   દઈ  અમને   દોડાવ્યા;
અમારામાં  જ   ઈચ્છાનાં    હરણ  દઈ    અમને     દોડાવ્યા.

અમે   ક્યાં  જઈ રહ્યાં. ક્યાં પહોચશું, એની   ખબર  ક્યાં છે;
અમારી  ફરતું    કાયમી  આવરણ    દઈ   અમને   દોડાવ્યા.

દીધું    છે    એક   તો બેકાબૂ   મન, ના    હાથમાં  રહેનારું;
વળી     એમાં    સલૂણી  સાંભરણ    દઈ   અમને   દોડાવ્યા.

અહિ   આ   રામગિરિની  ટોચ    પરથી  છેક    અલકા   લગ્;
અષાઢી     સાંજનું     વાતાવરણ     દઈ   અમને   દોડાવ્યા.

બધાને     દોડવા    માટે    દીધાં  સપનાં  ને    આશા    ઓ,
અમે   કમભાગી   કે ના  કાંઈ  પણ    દઈ   અમને   દોડાવ્યા.

ખબર       જો      હોત  કે    આવું   રૂપાળું  છે  ના   ભાગત,
સતત  નાહકનું   તેં  વાંસે    મરણ   દઈ    અમને   દોડાવ્યા.

ઘસાતા  બંને  પગ    ગોઠણ   સુધીના   થઈ  ગયા  પણ   તે-
થયું   સારું   કવિતા ચરણ   દઈ   અમને    અમને   દોડાવ્યા.

-મનોજ ખંડેરીયા

May 8, 2008 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 1 Comment

1 Comment »

  1. મનોજ ખંડેરીયાની સહેજે ગમી જાય તેવી ગઝલ્
    આ શેર
    ઘસાતા બંને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તે-
    થયું સારું કવિતા ચરણ દઈ અમને અમને દોડાવ્યા.
    વાહ્

    Comment by pragnaju | May 9, 2008

Leave a comment