ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સૂર્યની પીંછી વડે..

સૂર્યની     પીંછી વડે હું   અંધકારો   ચિતરું   છું,
સાવ સુક્કી ડાળખી   પર   હું    બહારો ચિતરું છું.

કેટલી   યાદોની    હોડી, હાથમાં    ડૂબી   ગઈ,
એક દરિયો,   બે હલેસાં   ને કિનારો  ચિતરું છું.

આંખની    ભિનાશ  લૈને    તરફડી’તી  માછલી,
વેદનાની   ભીંત પર  સપનો  કુંવારા ચિતરું   છું.

રેતમાં    રઝળી   રહીં    છે પ્યાસ  કેરી ચાંદની,
ઝાંઝવાની   આંગળીથી, હું     ફુવારા ચિતરું છું.

-આહમદ મકરાણી

May 5, 2008 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 4 Comments

4 Comments »

  1. An excellent Gazhal ,with an embeded pain on typical eulogy
    wafa

    Comment by wafa | May 6, 2008

  2. સુંદર રચના…

    Comment by વિવેક ટેલર | May 6, 2008

  3. મઝાની ગઝલ
    આ વધુ મઝાનો શેર
    આંખની ભિનાશ લૈને તરફડી’તી માછલી,
    વેદનાની ભીંત પર સપનો કુંવારા ચિતરું છું.
    મનમાં ગુંજી ‘
    ‘મંઝિલ ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ’
    સિર્ફ પંખોસે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ’

    Comment by pragnaju | May 6, 2008

  4. vah..saras

    sava suki dalakhi par baharo ek kavi j chitari shake…

    સૂર્યની પીંછી વડે હું અંધકારો ચિતરું છું,
    સાવ સુક્કી ડાળખી પર હું બહારો ચિતરું છું.

    Comment by nilam doshi | May 6, 2008


Leave a comment