ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સૂર્યની પીંછી વડે..

સૂર્યની     પીંછી વડે હું   અંધકારો   ચિતરું   છું,
સાવ સુક્કી ડાળખી   પર   હું    બહારો ચિતરું છું.

કેટલી   યાદોની    હોડી, હાથમાં    ડૂબી   ગઈ,
એક દરિયો,   બે હલેસાં   ને કિનારો  ચિતરું છું.

આંખની    ભિનાશ  લૈને    તરફડી’તી  માછલી,
વેદનાની   ભીંત પર  સપનો  કુંવારા ચિતરું   છું.

રેતમાં    રઝળી   રહીં    છે પ્યાસ  કેરી ચાંદની,
ઝાંઝવાની   આંગળીથી, હું     ફુવારા ચિતરું છું.

-આહમદ મકરાણી

May 5, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 4 Comments