મન-ભાવક શે’ર
તું મરે કે જીવે આ દિનિયાને શું
એ ચલાવી લે છે પયગંબર વગર.. દિપક બારડોલીકર
ઘોળ્યું જો પ્રેમતત્વ અમે દરમિયાનમાં,
ના આરતીમાં ભેદ રહ્યો ના અજાનમાં..મુસાફીર પાલનપુરી
જેટલામી આ ચિતા ખડખાય છે,
એટલામાં ગર્ભનો અધ્યાય છે…હરેશ’તથાગત’
તું કહે છે , કાશીની ક્ષણ છે તો કરવત મૂકશે
હું કહુછું, ફૂલ પર નખથી જ આંકો પડશે..હરીશ મીનાશ્રુ
ગળામાં ગાળિયો નાખીને કૂદવાની ક્ષણો છે,
વિહગના પીચ્છને આકાશમાં ચૂમવાની ક્ષણો છે…વીરુ પુરોહિત
શબ્દોય છે તો જોડ તું બેચાર કથા ઓર
ગુના ય કર ને માગ તું ઈશ્વરની દયા ઓર…રમેશ પારેખ
આથી વધારે બીજો ભરમ શું હોય શકે,
હું મારી ઓળખાણનો પડછાયો નીલળ્યો..સાહિલ
ટુકડો આ તડકા તણો ચાવી જુવો,
જીભ પર સૂરજને મમળાવી જુઓ..પંથી પાલનપુરી
5 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



સુંદર સંકલન…
Comment by વિવેક ટેલર | April 22, 2008
મજાનું સંકલન
તેમાં આ વધુ ગમ્યા
આથી વધારે બીજો ભરમ શું હોય શકે,
હું મારી ઓળખાણનો પડછાયો નીલળ્યો..સાહિલ
ઘોળ્યું જો પ્રેમતત્વ અમે દરમિયાનમાં,
ના આરતીમાં ભેદ રહ્યો ના અજાનમાં..મુસાફીર પાલનપુરી
Comment by pragnaju | April 22, 2008
બહુ જ સરસ જુદાજુદા કવિઓનું સંકલન કરેલ છે. મઝા આવી ગઇ.
Comment by Rekha | April 23, 2008
સરસ શેર અને સરસ સંપાદન
Comment by jayeshupadhyaya | April 23, 2008
good collection
Comment by નીલા | April 23, 2008