ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક છોકરો + એક છોકરી + કંઈક બીજું ?

એક  છોકરાએ  સિટ્ટિનો  હિંચકો  બનાવી,

 એક  છોકરીને કીધું ‘લે ઝૂલ’
    છોકરાએ   સપનાનું   ખિસ્સું    ફંફોસીને
           સોનેરી    ચોકલેટ   કાઢી રે
    છોકરીની  આંખમાંથી  સસલાનાં  ટોળાએ
                ફૈકી   કૈ ચિઠીઓ  અષાઢી રે

સીધી   લીટીનો   સાવ છોકરાને  પલળ્યો,

 તો  બની ગયો બેત્રણ વર્તુલ
      છોકરીને  શું ? એ તો  ઝૂલી,
  તે પછી  એને ઘેર જતાં થયું  સ્હેજ મોડું રે
       જે   થયું   એ તો   છોકરાને   થયું
       એનાં સાનભાન ચરી ગયું ઘોડું રે

બાપાની પેઢી એ બસી તે ચોપડામાં રોજ રોજ ચીતરતો ફૂલ.

-રમેશ પારેખ

April 16, 2008 - Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 1 Comment

1 Comment »

  1. વાહ
    સરસ
    તેમનું જ આવું બીજું કાવ્ય મનમાં ગણગણ્યું…
    એક છોકરીના હાથથી રૂમાલ પડે
    તે લેવા આખું યે ગામ વળે નીચે
    જુવાન આંખ ફાડે ; બુઢ્ઢાઓ આંખ મીચે.
    નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે
    તે બાબત પર ઠેર ઠેર ગરમી
    પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર
    અને નાસ્તિકો થઇ ગયા ધરમી
    કારણ કે મંદિરે જાય છોકરી તો લોક શું કરવા ટળવળે બગીચે ?
    ગંધ છોકરીની આવી જે જીવને
    તે જીવની ગંભીરતામાં પડી ગયો ગોબો
    સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે કે
    જરા મોઢાંઓ માંજો ને શોભો !
    કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી એકલી બેસીને રોજ હીંચે.

    Comment by pragnaju | April 17, 2008


Leave a comment