અમારી જિંદગીની જમાનાને જરૂરત છે !
મીઠા સૌંદર્યના સ્મિતની જહીં સાચી સકૂનત છે,
પૂછી લ્યો કોઈને યે કે , મારી ત્યાં હકુમત છે.
શિકારી આંખના શર્બત રહ્યાં છે જ્યાંય રેડાઈ,
ન શીશાની જરૂરત છે ન પ્યાલાની જરૂરત છે.
મળ્યો જો યાર લાયક, ફિકર શાને ગુનાહોની ?
મુહ્બ્બત એજ દરમાયો, ભલે ઝરથી ખસુમત છે.
સિતમ સાંખ્યા, ગઝબ સાંખ્યા,ખમાતી નાજ તનહાઈ,
હૃદય ચીરાયલું મારૂં ક્યાં દિલની મઉઝત છે.
ન રાખી નોંધ નિજ પાસે, ચઢ્યા શા શા શિરે આળો,
લીધો લૂંટી મને આખો, વધારામાં અકુબત છે.
દીધો છે ક્યાં મને ફેંકી ? શું જાણે ફેકનારાઓ ?
ન કોઈ દાદ જાહેરમાં નહિ છૂપી મઉનત છે.
છતાં કોઈ નિહાળું છું કે, કો મુજને જગાડે છે,
શી અણપ્રીછી રતૂબત છે અને નાયાબ સૂરત છે.
વસી પાસે ‘પતલિયાની’ કહે છે આમ કલ્યાણી-
‘અમારી જિંદગાનીની જમાનાને જરૂરત છે,’
-કવિશ્રી પતીલ
(સકુતનઃ શાંતી, કદુરતઃ મેલ, ખસુમતઃવેર, અકુબતઃ ઠપકો,સજા, મઉનતઃ મદદ,
મઉઝતઃબદલામાં આવેલી ચીજ,રતુબત તાઝગી, નાયાબઃ અલભ્ય, કલ્યાણીઃકવિ પત્ની સૌ, યશોબાલા મ. પટેલ,
સાતમી કંડિકામાં કવિએ પોતે ગુજરાત બહર નિમાડ પ્રદેશમાં લગ્ન કર્યાનો ઉલ્લેખ છે.
6 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



gujarati bhaasha saili ganij aghari chhe
pan e dariya ma dubva ni maja j kai aur chhe
Comment by kumbharan | April 1, 2008
uઉર્દુ હિન્દી મિશ્રીત ગુજરાતી રચના માણવાની વધુ મઝા આવી
શિકારી આંખના શર્બત રહ્યાં છે જ્યાંય રેડાઈ,
ન શીશાની જરૂરત છે ન પ્યાલાની જરૂરત છે.
દીધો છે ક્યાં મને ફેંકી ? શું જાણે ફેકનારાઓ ?
ન કોઈ દાદ જાહેરમાં નહિ છૂપી મઉનત છે.
શુભાન અલ્લાહ્
Comment by pragnaju | April 1, 2008
tamri jindagine jamana ni jarur chhe
amri jindagi ne jamanat ni jarur chhe.
Comment by kumbharan | April 1, 2008
[...] કઇ ચીજનાં સમ ખાઉં કહી ચીજ એક સમ ખાવા ન રહી અટક્યો જીવ આવી ગળે બંધ જબાં નરહી પતીલ લવે કવિતા, કવિતા નહી _ પતીલ એમની એક સુંદર ગઝર માણાવા ‘ફૂલવાડી;ન નીચેના Urlપર કલીક કરવા વિનંતી http://vishwadeep.wordpress.com/2008/03/31/my-life/ [...]
Pingback by એક વતન માટે_પતીલ « બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा | April 12, 2008
સુંદર રચના,એમની એક વધુ સુંદર રચના અને એક ટુંક નોંધ માણવાં કલીક્ કરો http://bazmewafa.wordpress.com/2008/04/12/aekvatanmate_papeel/
Comment by bazmewafa | April 12, 2008
sikari akh na sarbat rahya che jya redai
na sisa ni jarurat che na pyala ni,
vah …
Comment by pamaka | April 13, 2008