ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અમારી જિંદગીની જમાનાને જરૂરત છે !

evolife.gif 

મીઠા  સૌંદર્યના   સ્મિતની  જહીં  સાચી  સકૂનત  છે,
     પૂછી  લ્યો   કોઈને  યે   કે , મારી  ત્યાં  હકુમત છે.

શિકારી   આંખના   શર્બત  રહ્યાં   છે   જ્યાંય  રેડાઈ,
      ન   શીશાની   જરૂરત છે  ન પ્યાલાની   જરૂરત છે.

મળ્યો   જો   યાર   લાયક, ફિકર  શાને  ગુનાહોની ?
      મુહ્બ્બત  એજ  દરમાયો, ભલે  ઝરથી ખસુમત છે.

સિતમ સાંખ્યા, ગઝબ સાંખ્યા,ખમાતી નાજ તનહાઈ,
      હૃદય    ચીરાયલું  મારૂં   ક્યાં  દિલની મઉઝત  છે.

ન રાખી નોંધ નિજ પાસે, ચઢ્યા   શા શા શિરે  આળો,
      લીધો   લૂંટી   મને   આખો, વધારામાં અકુબત છે.

દીધો  છે ક્યાં  મને   ફેંકી ? શું   જાણે   ફેકનારાઓ ?
      ન   કોઈ  દાદ   જાહેરમાં નહિ   છૂપી   મઉનત છે.

છતાં   કોઈ  નિહાળું    છું   કે, કો   મુજને  જગાડે છે,
      શી  અણપ્રીછી  રતૂબત છે  અને  નાયાબ સૂરત છે.

વસી   પાસે  ‘પતલિયાની’ કહે   છે આમ  કલ્યાણી-
     ‘અમારી    જિંદગાનીની    જમાનાને    જરૂરત છે,’
-કવિશ્રી પતીલ

(સકુતનઃ શાંતી, કદુરતઃ મેલ, ખસુમતઃવેર, અકુબતઃ ઠપકો,સજા, મઉનતઃ મદદ,
 મઉઝતઃબદલામાં આવેલી ચીજ,રતુબત તાઝગી, નાયાબઃ અલભ્ય, કલ્યાણીઃકવિ પત્ની સૌ, યશોબાલા મ. પટેલ,
સાતમી કંડિકામાં કવિએ પોતે ગુજરાત બહર નિમાડ પ્રદેશમાં લગ્ન કર્યાનો ઉલ્લેખ છે. 

March 31, 2008 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 6 Comments

6 Comments »

  1. gujarati bhaasha saili ganij aghari chhe
    pan e dariya ma dubva ni maja j kai aur chhe

    Comment by kumbharan | April 1, 2008

  2. uઉર્દુ હિન્દી મિશ્રીત ગુજરાતી રચના માણવાની વધુ મઝા આવી
    શિકારી આંખના શર્બત રહ્યાં છે જ્યાંય રેડાઈ,
    ન શીશાની જરૂરત છે ન પ્યાલાની જરૂરત છે.
    દીધો છે ક્યાં મને ફેંકી ? શું જાણે ફેકનારાઓ ?
    ન કોઈ દાદ જાહેરમાં નહિ છૂપી મઉનત છે.
    શુભાન અલ્લાહ્

    Comment by pragnaju | April 1, 2008

  3. tamri jindagine jamana ni jarur chhe
    amri jindagi ne jamanat ni jarur chhe.

    Comment by kumbharan | April 1, 2008

  4. [...] કઇ ચીજનાં સમ ખાઉં કહી ચીજ એક સમ ખાવા ન રહી  અટક્યો જીવ આવી ગળે  બંધ જબાં નરહી પતીલ લવે કવિતા, કવિતા નહી   _ પતીલ એમની એક સુંદર ગઝર માણાવા ‘ફૂલવાડી;ન નીચેના Urlપર કલીક કરવા વિનંતી http://vishwadeep.wordpress.com/2008/03/31/my-life/ [...]

    Pingback by એક વતન માટે_પતીલ « બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा | April 12, 2008

  5. સુંદર રચના,એમની એક વધુ સુંદર રચના અને એક ટુંક નોંધ માણવાં કલીક્ કરો http://bazmewafa.wordpress.com/2008/04/12/aekvatanmate_papeel/

    Comment by bazmewafa | April 12, 2008

  6. sikari akh na sarbat rahya che jya redai
    na sisa ni jarurat che na pyala ni,
    vah …

    Comment by pamaka | April 13, 2008

Leave a comment