ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પડછાયાને હડસેલે- કિસન સોસા

shadow-tree-rif.jpg 

પડછાયાને      હડસેલે     પાષાણ       હટાવ્યા
વેડી     વેડે   અંધારા      અજવાસ     ઉગાવ્યા

સુક્કા  પર્ણો  જ્યમ  પગલાંઓ  વીણી     લીધા
કૂંપળ-શી  કાયા-શા સ્વપ્ને સ્વપ્ન    જગાવ્યા

વેળ    કવેળે   આવરદા       ઉપર       ત્રાટકતા
વીજ-તણખતા વિઘ્નો રગ રગ-તાર સમાવ્યા

સુક્કીભઠ્ઠ         તરસ્યુંને       વહાલે      પંપાળી
ધોમધકતી    ભૂખને    ભીના  લાડ      લડાવ્યા

આઘેની       મેડીના         દીવાને         સધ્યારે
બંજર  ભૂમિમાં    શબ્દોના    દહેર       વસાવ્યા.

March 19, 2008 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 2 Comments

2 Comments »

  1. ગમે તેવી ગઝલ
    યાદ આવી પંક્તીઓ
    અજવાળે પડછાયાને શું ત્યાગી શકાય?
    પડછાયાને વળી પોતાપણાનો આભાસ,
    રાત્રી અમાસની ને ચંદ્રનો ઉજાસ?
    મારાજ પડછાયાને હુઁ પડકારવા બેઠો
    કવચિત મળી જાયે મને એની કૃપા દ્રષ્ટિ

    Comment by pragnaju | March 20, 2008

  2. સુંદર ગઝલ…

    Comment by વિવેક ટેલર | March 31, 2008


Leave a comment