ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-ઊર્વીશ વસાવડા

polo.jpg 

કાચ  તૂટ્યો  એક પથ્થરની   કથા  પૂરી   થઈ,
શબ્દ  પ્રગટ્યો  એક અક્ષરની કથા  પૂરી   થઈ.

ટોડલે   બાંધેલ  તોરણને  ખબર  પણ  ના પડી,
કેમ ? કયારે? એક અવસરની કથા  પૂરી  થઈ.

એક ફળ  સાથેજ  થઈ  આરંભ  માનવની  કથા,
એ  ક્ષણે, ત્યારે  જ ઈશ્વરની   કથા  પૂરી  થઈ.

એમણે  આવી, સહજ  આંસુ લુછ્યું મારું, પછી,
કૈક   પીડા, કૈક   કળતરની    કથા  પૂરી  થઈ.

શ્વાસની  સાથે  વણાઈ  છે  જીવનની  હર પીડા,
શ્વાસની સાથે  જ  જીવતરની  કથા  પૂરી  થઈ.
 

March 14, 2008 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 5 Comments

5 Comments »

  1. saras,arthapurna gazal-abhinandan!

    Comment by ડો.મહેશ રાવલ | March 14, 2008

  2. બધા જ શેર ધ્યાનાર્હ થયા છે…

    ટોડલે બાંધેલ તોરણને ખબર પણ ના પડી,
    કેમ ? કયારે? એક અવસરની કથા પૂરી થઈ.

    - આ શેર એની અભિવ્યક્તિની કમાલના કારણે ગમી ગયો…

    શ્વાસની સાથે વણાઈ છે જીવનની હર પીડા,
    શ્વાસની સાથે જ જીવતરની કથા પૂરી થઈ.
    -અને આ શેર શબ્દોની રમતના કારણે નિષ્પન્ન થતી ભાવછટાના કારણે સ્પર્શી ગયો…

    Comment by વિવેક ટેલર | March 15, 2008

  3. saસુંદર ગઝલ
    સુંદર અભિવ્યક્તી
    આ શેરો ગમ્યાં
    એક ફળ સાથેજ થઈ આરંભ માનવની કથા,
    એ ક્ષણે, ત્યારે જ ઈશ્વરની કથા પૂરી થઈ.
    એમણે આવી, સહજ આંસુ લુછ્યું મારું, પછી,
    કૈક પીડા, કૈક કળતરની કથા પૂરી થઈ.

    Comment by pragnaju | March 15, 2008

  4. ટોડલે બાંધેલ તોરણને ખબર પણ ના પડી,
    કેમ ? કયારે? એક અવસરની કથા પૂરી થઈ….

    જાણે એક સુંદર સ્વપ્ન આવીને સરી ગયું ,ખબર ના પડી….

    ખુબ જ ભાવવાહી શેર….

    Comment by Devika Dhruva | March 16, 2008

  5. It is said very precisely and to the point.

    Comment by pravinash1 | March 17, 2008

Leave a comment