ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-સુરેશચંદ્ર પંડિત

iranian-8.jpg 

પ્રસંગો  પાનખર  થઈ  જાય  તો   કેવી મજા આવે,
બરફના  પથ્થરો  તરડાય  તો   કેવી   મજા   આવે.

બધા ફૂલોની ઈચ્છાઓ  બગીચાની  હવા   પી  ગઈ,
બગીચાને  હવે કંઈ  થાય   તો      કેવી  મજા   આવે.

કુંવારી    કન્યાએ    હાથમાં     મહેંદી   ભરી   છે  ત્યાં,
નવી   રેખાઓ      આલેખાય  તો કેવી  માજા   આવે.

તમારી  શોધમાં    હું     તો    હવે   શેરીમાં   ભટાકું  ને,
કશું  પણ    ક્યાંય     ના દેખાય  તો કેવી  મજા  આવે.

સીમાડે      પાળીયાઓ    એક    સાથે   ચાલવા  લાગે,
પછી   લોકોજ   ત્યાં     ખડાકાય  તો કેવી  મજા  આવે.

March 12, 2008 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 3 Comments

3 Comments »

  1. vaah,vaah,bahu ja saras

    Comment by Devika Dhruva | March 12, 2008

  2. ગંમત પડે તેવી ગઝલ
    આ પંક્તીઓ ગમી
    કુંવારી કન્યાએ હાથમાં મહેંદી ભરી છે ત્યાં,
    નવી રેખાઓ આલેખાય તો કેવી માજા આવે.
    િવચાર આવ્યો
    આમ લાગ્યું એમ કે કેવી મજા મળે,
    ભોળપણની ભૂલની કેવી સજા મળે ?

    Comment by pragnaju | March 12, 2008

  3. hey, Rekha to navI ke juni sange hoya to kevi maza ave.
    Very good.

    Comment by pravinash1 | March 12, 2008

Leave a comment