ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ- શયદા

sad-love-eurydice.jpg 

જનારી    રાત્રી,     જતાં  કહેજે ,  સલૂણી  એવી   સવાર   આવે,
કળીકળીમાં    સુવાસ     મહેંકે         ફૂલો ફૂલોમાં   બહાર  આવે.

હૃદયમાં  એવી    રમે છે   આશા  ફરીથી  એવી    બહાર   આવે,
તમારી   આંખે   શરાબ   છલકે  અમારી    આંખે  ખુમાર    આવે.

વ્યથાને  શું   હું   વિદાય  આપું ?  વિરામના  શું     કરું  વિચારો?
કરાર    એવો    કરી  ગયા  છે,    ન    મારા દિલને  કરાર  આવે.

વિચારવાળા  વિચાર  કરજો, વિચારવાની    હું    વાત      કહું  છું,
જીવનમાં  એથી  વિશેષ  શું  છે, વિચાર  જાયે,   વિચાર       આવે.

તમારી મહેફિલની એજ રંગત, તમારી મહેફિલની એજ હલચલ,
હજાર    બેસે,      હજાર    ઉઠે,      હજાર     જાયે,    હજાર       આવે.

હૃદયમાં      કોની       એ   ઝંખન છે, નયન પ્રતિક્ષા  કરે   છે  કોની,
ઉભો   છે   ’શયદા’  ઉંબરમાં આવી,ન જાય ઘરમાં, ન બહાર આવે.

March 7, 2008 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 5 Comments

5 Comments »

  1. very nice …

    Comment by chetu | March 7, 2008

  2. sauMdara saune game tevI gazala
    હૃદયમાં એવી રમે છે આશા ફરીથી એવી બહાર આવે,
    તમારી આંખે શરાબ છલકે અમારી આંખે ખુમાર આવે.
    હૃદયમાં કોની એ ઝંખન છે, નયન પ્રતિક્ષા કરે છે કોની,
    ઉભો છે ’શયદા’ ઉંબરમાં આવી,ન જાય ઘરમાં, ન બહાર આવે.
    વાહ

    Comment by pragnaju | March 7, 2008

  3. શયદાસાહેબની ઉત્તમ રચનાઓમાંની એક…

    Comment by વિવેક ટેલર | March 8, 2008

  4. હૃદયમાં એવી રમે છે આશા ફરીથી એવી બહાર આવે,
    તમારી આંખે શરાબ છલકે અમારી આંખે ખુમાર આવે.

    -શયદા સાહેબે ખરેખર આ ગઝલમાં કમાલ કર્યો છે.

    Comment by firdoshdekhaiya | November 22, 2008

  5. તમારી મહેફિલની એજ રંગત, તમારી મહેફિલની એજ હલચલ,
    હજાર બેસે, હજાર ઉઠે, હજાર જાયે, હજાર આવે.

    વાહ! ખૂબ જ સરસ !

    હુ આપને મારા બ્લોગ પર આવવાનુ ભાવભીનુ આમંત્રણ આપુ છુ.

    આપ આપના પ્રતિભાવ અવશ્ય જણાવજો. હુ આપના પ્રતિભાવ ની રાહ જોઇશ.

    મારા બ્લોગની લિંક છે.
    http://www.aagaman.wordpress.com

    Comment by aagaman | May 27, 2009


Leave a comment