ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ચરણ રુકે ત્યાં કાશી

krishna-christ.jpg 

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી.
  ઝાકળનાં બિંદુમાં જોયો
      ગંગાનો જલરાશિ.

જ્યાં પાય ઉઠે ત્યાં  રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે    ગમ ચાલું   એ  જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;

  થીર રહું તો સરકે ધરતી
   હું   તો   નિત્ય  પ્રવાસી.

સ્પરશું     તો    સાંકાર, ન    સ્પરશું તો  જે ગેબી  માયા,
હું    જ    ઉકેલું, હું   જ   ગૂંચવું,  એવા    ભેદ  છવાય;

  હું જ કદી લપટાઉં  જાળમાં
   હું  જ  રહું  સન્યાસી.

હું  જ  વિલાસે રમું, ધરી લઉં   હું   આ જ પરમનું  ધ્યાન;
કદી  અચાનક   રહું ,  જાચી લઉં   કદી   દુષ્કર  વરદાન;

  મોત લઉં માંગી, જે પળ,
  લઉં     સુધારસ    પ્રાશી!

-હરિન્દ્ર દવે

March 4, 2008 - Posted by વિશ્વદીપ બારડ | કાવ્ય | | 2 Comments

2 Comments »

  1. સુંદર કાવ્ય

    Comment by shivshiva | March 5, 2008

  2. જ્યાં ચરણ રુકે ત્યાં કાશી.very very nice…

    Comment by Devika Dhruva | March 5, 2008


Leave a comment