ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગઝલ-રમેશ પારેખ

ramesh-images.jpg 

આપણે   આપણો   ધર્મ   સંભાળીએ,
સૂર્યને   ન્યાળીએ   ઘાવ  પંપાળીએ.

ઢાળીએ   રાતનું ઢીમ  ઘરમાં   અને,
જીવને    ઝાટકી   વાસીદું  વાળીએ.

શ્વાસ  કરતબ   કરે, જાય પાછો ફરે,
જોઈ એ  ખેલ તાળી  દઈ   તાળીએ.

વિશ્વમાં   પેસીએ,  ટેસથી  બેસીએ,
ટેસથી  આંખને , ટાંળીએ   ગાળીએ.

મૂછને  તાવ દઈ  આપણી નાવ લઈ,
રાહ  દરિયાવની   દેખીએ   જાળિએ.

February 25, 2008 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 2 Comments

2 Comments »

  1. સરસ ગઝલ છે.

    Comment by shivshiva | February 27, 2008

  2. સુંદર ગઝલ…. ઘણા સમયે ફરી વાંચી…. સારી વસ્તુનું પુનરાવર્તન થતું રહે એ પણ એક મજા છે…

    Comment by વિવેક ટેલર | February 29, 2008

Leave a comment