ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

*બિપીન ગોહિલ

 poet.jpg

આ  સમયે  સાથે  હવે કંઈ  સ્નેહ બંધાતો  નથી
દોસ્તીનો   દોર તૂટ્યો  કેમે    સંધાતો    નથી ?

એકલો  અટવાઉં   છું અકળાઉં  છું  હું  ઘર મહી
કોઈનો  એકાદ   સાચો   શબ્દ  કહેવાતો  નથી.

ચાંદની  ગઈ  આછરી ને સૂર્ય પણ ઝાંખો  થયો
તાપ  ભીતરનો  પરંતુ  શીત   કાં થાતો  નથી?

જિંદગી   જાણે    બરફના  દેશમાં   ભૂલી  પડી
ક્યાંક  થોડી  હૂંફ   કે    આધાર  દેખાતો  નથી.

હું   ગઝલને   એટલા  ખાતર  રહું  છું   છેડતો
કે  ન તમને  થાય  એવું   કે હવે  ગાતો નથી.

February 10, 2008 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 2 Comments

2 Comments »

  1. હું ગઝલને એટલા ખાતર રહું છું છેડતો
    કે ન તમને થાય એવું કે હવે ગાતો નથી.

    - સુંદર શેર…. હજી વધુ સુંદર થઈ શક્યો હોત જોકે….

    Comment by વિવેક ટેલર | February 12, 2008

  2. જિંદગી જાણે બરફના દેશમાં ભૂલી પડી
    ક્યાંક થોડી હૂંફ કે આધાર દેખાતો નથી

    wah wah khub j gamiu

    Comment by neeta | February 16, 2008

Leave a comment