ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પ્રેમની કો’દેન

fun-mazza8021.jpg 

જિંદગીના       રંગને    તું    ઢોળમાં,
એજ    માયા     મૂકી   છે  ભંડોળમાં.

જ્યાં કદી આશા કોઈ ફળતી ન  હો,
ના,     જજે    તું કોઈ દિ’ એ પોળમાં.

આભની   આંબી  જવાની    મોજ મેં,
ખૂબ   માણી    કલ્પના     ચકડોળમાં.

ભાગ્ય  તારું   તો     છે તારી  હામમાં,
તું   હથેળીમાં       સિતારો    ખોળામાં.

લાગતી  વસમી    નથી તન્હાઈ  આ,
કલ્પનાની       બેઠો   છું, હું    સોળમાં.

આપ       સેવામાં  ક્હો   કે કયાં  જશું,
ચોતરફ     વર્ષાની   છાકમ  છોળમાં.

પ્રેમની      કો’   દેન હીણી ના  સમજ,
ધૂળની        ચપટી  ભલે    દે છોડમાં.

યા    ખૂદા તારો ‘ફઝલ’પર છે ફઝલ,
માનથી        બેઠો   છે    સૌની  હોડમાં.

-ફઝલ જમનગરી( કરાંચી)

December 30, 2007 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 2 Comments

2 Comments »

  1. Vishvadeepbhai,
    Please, send me your latest e-mail address, I have tried all the resources. Your Sahityasareeta e-mail comes back. I even asked Vijaybhai. Did n’t get any response. Will appreciate.

    Mahendra Shah.

    Comment by Mahendra Shah | December 30, 2007

  2. My e-mail address: malibarad@yahoo.com

    Comment by વિશ્વદીપ બારડ | December 31, 2007

Leave a comment