ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ઈશારતે માત્ર ઓળખાયે!

fun-mazza8041.jpg 

સાથિયા  પૂરાયા  પ્હેલાં  સાથિયા  દેખાયે છે,
            ખ્યાલમાં  કોઈના  જ્યારે હઈડાં ખેંચાયે છે.

તે’વારોના  દિન     થકી  અધિક  સોહામણાં,
            નામ છે  તેઓનાં જેઓ  ચોપડે  લખાયે છે.

સભાઓમાં  હોય છે શું  આખરે  ભંગાણ  વિણ?
            ખાનગી  તોફાનો સાચૂં  કૈક  રચી  જાયે છે.

કોક  અજાણ્યાની  સાથે  કરાયો   પ્રયાસ જો,
            જાન   તણું  કેવું  ત્યારે  પડીકું  બંધાયે છે.

ચહેરાઓ  ચિત્તચોર , ઠગારાં  પતીલ   નેન,
            ઈશારતે  માત્ર    જાદૂગરો   ઓળખાયે છે.

દિવાન -એ-પાતીલ(મગનભાઈ ભૂધરભાઈ  પટેલ)

           
 

December 29, 2007 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | No Comments

No comments yet.

Leave a comment