ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

-તો કહું!

1960s-rajedra-shukla.jpg 

હમભી એક દીન …..!( રાજેન્દ્ર શુકલ)

******************************

લો   કરું    કોશિશ  ને   ફાવે તો  કહું,
શબ્દ    જો     એને   સમાવે તો  કહું.

આપની  નજરો  જે   ફરમાવી   રહી,
એ   ગઝલ   જો યાદ આવે તો કહું!

શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઈ   થોડું    ખળભળાવે  તો      કહું!

હું    કદી  ઉચ્ચા    સ્વરે   બોલું   નહી,
એકદમ       નજદીક       આવે    કહું!

કોઈને    કહેવું   નથી   એવું નથી,
સ્હેજ    તૈયારી  બતાવે   તો   કહું!

-રાજેન્દ્ર  શુકલ

December 10, 2007 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 1 Comment

1 Comment »

  1. સુન્દર કાવ્ય…જોકે આ કવિના કાવ્ય માટે કોઇ શબ્દોની જરૂર હોઇ શકે ખરી?

    Comment by nilam doshi | December 11, 2007

Leave a comment