ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પત્રસંવેદના

rajedra-shukla.jpg 

- રાજેન્દ્ર શુક્લ

****************************

દૂર સાગરમાં અવશ સરતા, સખી !
પત્રનાં તરણે અમે તરતા,   સખી !

આમ તો ખાલી બધું તારા   વિના,
પત્રથી પળને અમે ભરતા, સખી !

હર   સવારે    ફૂલ ખીલે     જે કશાં,
પત્ર ના’વે તો તરત ખરતા, સખી !

જાગતી      રાતે જગત ઊંઘે તદા -
પત્રનાં કાંઠે અમે અમે ફરતાં, સખી !

પત્રને      આધાર ટકતો પ્રાણ આ,
પત્રમાં    પાછો  તને ધરતા, સખી !

- રાજેન્દ્ર શુક્લ

December 5, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 1 Comment