ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

‘ ઘાયલ’ મળી જાજો!

krshna1.jpg 

પ્રભુએ  મોકલ્યો  સંદેશ   કે ઘાયલ મળી   જાજો;
ગઝલના શબ્દ    અર્થો કાફિયામાં ઓગળી  જજો.

સૂના એ સ્વર્ગ લાગે છે અરે ઘાયલ તમારા વિણ;
ખંખેરી   હાથ     જોડીને       ઘરેથી  નીકળી    જાજો.

તમારા      હાથમાં   કિસ્મત, પૂજક  બેફામ બેઠા છે;
બધા  એ   શબ્દબંદાને    મળી  જાજો     હળી  જાજો.

નહી     તો આવવા  કરતાં જવામાં  દુખ બહુ  થાશે;
ઝડપથી મુઠ્ઠીઓ વાળી ખુલ્લી આંખો  મીંચી જાજો.

તૂટ્યો   ફૂટ્યો   નકામા જામ જેવો થૈ ગયો ‘અમૃત’;
સૌને     લાગે  જહર  જેવો પેલા ઘાયલ છૂટી જાજો.

‘ગાફિલ’ ભાવનગરી

December 1, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 3 Comments