ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કન્યા વિદાય( ગઝલ્)

wedding.jpg 

મંડપ  વિખાયો  ને   સખી બચપણ  તજી  જતી રહી,
મીઠી  પળો   હવા    બની  પાદર   ભણી જતી રહી.

એ પાંગરી   હતી કદી આ    હાથ પર, અવાજ પર,
નિજને  ભૂલી  જવા  નદી   જેવી  નદી  જતી  રહી.

એણે   ભરી  પળો   મધુર   કલકલ   કરી ધમાલથી,
થઈ  સાવ શૂન્ય  રાવટી , ક્ષણમાં સદી  જતી રહી.

તે   આવી  અશ્રુધારનું  જ બીજું રૂપ  હો, શક્ય  છે,
આવી, વસી  પડળ  અને  હળવેકથી  જતી    રહી.

બદલ્યો    હતો    સદા   મને   ફૂલો તણાં સ્વરૂપમાં,
પમરાટનાં   કવન  સજાવી , મઘમઘી  જતી  રહી.

-ડૉ. કિશોર જે. વાઘેલા( ભાવનગર)

November 30, 2007 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 2 Comments

2 Comments »

  1. કન્યાવિદાય વેળા ઊભરાતા ભાવો અને મનોવ્યથા જે અનુભવે તે જાણે!.. હરીશ દવે અમદાવાદ

    Comment by હરીશ દવે | December 1, 2007

  2. It’s very good but if i want to listion with music so it’s more beautiful thanks

    Comment by Gopal dave | December 28, 2007

Leave a comment