ધનતેરસનું મહત્વઃ

આપણાં દરેક તહેવારનું મહત્વ રહેલ છે, સાથે સાથ કોઈ ઘટના સાથે એનું અનુસંધાન સંકળાયેલે છે.દિવાળીના પાંચ શુભ-દિવસોમાંનો આ પહેલો દિવસ ગણવામાં આવે છે.
મહારાજા હિમાના એકના એક પુત્રનું રાજ-જ્યોતિષે ભવિષ્ય ભાખેલ કે તેમનું મૃત્યું તેમનાં લગ્ન દિવસ પછી ચોથા દિવસે કાળિયાનાગથી થશે. લગ્નના ચોથા દિવસે તમની પત્નીએ પોતાના પતિ રાજકુમારને સુવા ના દીધા. પોતાના બધા સોનાના તેમજ હિરા-જડીત દાગીના , ચાંદી, સોનાના સિક્કા બધુએ એક મોટા કોઠામાં ભરી ઓરડા પાછળ મૂકી દિધા. પોતાના સુવાની પથારીની આસ-પાસ જગ-મગતઆ હજારો દિવા પ્રગટાવ્યા, ચારે બાજુ બસ રોશની થી ઓરડો પ્રકાશિત કરી દિધો.. સાથો સાથ રાણી એ માંગળિક ગીતો ગાવા લાગી. યમરાજ કાળોનાગ બની ઘર તરફ આવ્યાં.. ચારે બાજુ એટલો પ્રકાશ અને રોશની હતી કે એ અંજાય ગયા. ઓરડા પાસે જે ધનથી કોઠી હતી તેની પર ચડી ગયો અને આખી રાત મધૂર સંગીત અને રાણીના સુંદર ગીતો સાંભળતા રહ્યાં.. સવાર પડતાંની સાથેજ શાંતીથી બહાર જતા રહ્યાં.. રાજકુમાર બચી ગયો! આ દિવસ “યમદિપાદાન” તરિકે પણ જાણીતો છે.
બીજી માન્યતા મુજબ દેવ-દાનવો મળી દરીયોને વલોવી ઝે’ર. અમૃત ( ધનવંતરી દેવ) પ્રગટ થયા.આય્રુર્વેદમાં “ધનવંતરી”ની આદિવસે પૂજા થાય છે.
ધનતેરસને દિવસે ધન-લક્ષ્મીની પૂજા સાથે શુભ-સાથિયો અને દિપ પ્રકટાવી ઘરમાંથી ખરાબ તત્વોની વિદાય અને શુભ-વિચારો સાથે લક્ષ્મીને અહવાન!
No comments yet.
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.

