ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કન્યા વિદાય( ગઝલ્)

wedding.jpg 

મંડપ  વિખાયો  ને   સખી બચપણ  તજી  જતી રહી,
મીઠી  પળો   હવા    બની  પાદર   ભણી જતી રહી.

એ પાંગરી   હતી કદી આ    હાથ પર, અવાજ પર,
નિજને  ભૂલી  જવા  નદી   જેવી  નદી  જતી  રહી.

એણે   ભરી  પળો   મધુર   કલકલ   કરી ધમાલથી,
થઈ  સાવ શૂન્ય  રાવટી , ક્ષણમાં સદી  જતી રહી.

તે   આવી  અશ્રુધારનું  જ બીજું રૂપ  હો, શક્ય  છે,
આવી, વસી  પડળ  અને  હળવેકથી  જતી    રહી.

બદલ્યો    હતો    સદા   મને   ફૂલો તણાં સ્વરૂપમાં,
પમરાટનાં   કવન  સજાવી , મઘમઘી  જતી  રહી.

-ડૉ. કિશોર જે. વાઘેલા( ભાવનગર)

November 30, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 2 Comments

સુધી ગયા

oryx-antelope.jpg 

આંખોના   દ્વાર   ખોલીને   શમણા  સુધી  ગયા,
હોવા પણાનો   ડર    લઈ, ઘટના સુધી  ગયા.

એમાં   નવાઈ   શું , જો   નિરાશાઓ      સાંપડે!
મીઠપની  આશે કાં , અમે દરિયા સુધી   ગયા?

પાગલપણાથી  પર   હશે   ના, એની  જિંદગી
ઈચ્છા   જે    ફૂલની  લઈ  સહરા   સુધી ગયા?

મરવાની   ઈચ્છા    એટલે ‘મન્સુર’ ફળી નહીં
ડૂબી   જવાની  આશ લઈ, તરણા  સુધી ગયા.

-મન્સુર કિસ્મત કુરેશી

ભાવનગર એ મારી જન્મભૂમિ અને મા-ભોમની મારી આ મુલાકાતમાં પહેલી સાહિત્ય-સફર એટલે
મારું  રુડુ -રણિયામણું ભાવશાળી ભાવનગર જ્યાં “બુધસભા” દરબુધવારે મળે,સૌ  કવિ-મિત્રો મળે અને કાવ્ય પાઠન થાય અને નવેમ્બર , ૨૮,૨૦૦૭ના રોજ  અતિથી મહેમાન તરીકે મને આમંત્રિત કરેલ. આપ સૌને ખબરજ હશે અને સૌ કહેછે કે “જ્યાં  કોઈ પણ ઘરે પથ્થર ફેકો તો એ ઘર કવિનું જ હોય..સભામાં ખ્યાતનામ આપણાં ડૉ.વિનોદભાઈ જોશી સહિત કિસ્મત કુરેશીના પૂત્ર “મન્સુર કિસ્મત કુરેશી” પણા હતાં. પિતાનો વારસો જેમણે બહુજ કુશળતાથી અને સહ્જ ભાવે
જાળવી રાખ્યો છે.તેમની આ ગઝલ આપની સમક્ષ રજૂ કરતાં મને આન્ંદ થાય છે.

November 29, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 4 Comments

ન માની લે

assorto_ranpix_0261.jpg 

જીવન  મારું   મહેકેં   તો  મને   અત્તર ન     માની  લે,
નિહાળી મારું   મન   મોટું    મને સાગર ન   માની લે.

હંમેશા   ફૂલ  જેવા  થઈ નથી   જિવાતું આ  જગતમાં,
સખત  બનવું પડે છે મારે  તો તું પથ્થર ન માની લે.

તમારી     પારખું    દ્રષ્ટીનું     પણ   છે   પારખું    આજે,
હું   પાણીદાર     મોતી     છું,    મને  કંકર   ન માની લે.

કર્યુ   છે  ડોકીયું  તેં   કયાં કદી મુજ  શ્યામ ભીતરમાં?
હું   જો  દેખાવું   સુંદર   તો    મને    સુંદર ન  માની લે.

જે   હૈયે   હોય   છે   તેને     ન     હોઠે   આવવા  દઉં  છું,
મધુર   મારા      વચનને, તારો  તું આદર ન  માની લે.

કહ્યું  માનું   છું  ડાહ્યાનું -     વખત   વરતીને  ચાલું છું,
જો   બેસું   સમસમીને  તો        મને કાયર ન માની લે.

જનમ   સાથે  જ  જગને    કાજ     હું  પેગામ  લાવ્યો છું,
છતાં  એ      વાત પરથી  મુજને  પેગમ્બર ન માની લે.

કૃપાથી એની,    ધારું    તો હું જ ‘કિસ્મત’ ને  વાંચી દઉં,
પરંતુ   ડર     છે   મુજને   ક્યાંક      તું ઈશ્વર ન માની લે.

-કિસ્મત કુરેશી

November 22, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 5 Comments

એક કાવ્ય

ભાઈ !
મારું કામ કરીશ ?
મારે એક સંદેશ પહોચાડવાનો છે.
બુધ્ધ મળે તો કહેજે
કે-
રાઈ માટે ઘેર ઘેર ભટકતી ગૌતમીને
આજે વહેલી સવારે
મળી આવ્યું છે એક નવજાત બાળક
ગામને ઉકરડેઠી.

-રાજેન્દ્રસિંહ રાયજાદા

November 21, 2007 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 1 Comment

પ્રશ્નો …?

મારે  કોઈ   ઉત્તરો આપવા નથી
મારે તો બસ પ્રશ્નો ઊભા કરવા છે.

વિગત, સાંપ્રત,અનાગત શું છે ?
સમયના ચહેરા પાછળનો કાળ
ક્યાં લપાયો છે ?

મ્રુત્યુ તરફ ગતિ કરતું જીવન ક્યાં વહી જાય છે ?
શરીરને છોડી જતા જીવની
ગતિ છે કે સદગતિ છે કે સમાપ્તિ ?

માતા-પિતાએ આપેલા જૈવિક વારસાએ મને ઘડ્યો છે
કે તેમનો સંસ્કાર-વારસો મારામાં પડ્યો છે
કે આસ-પાસના પરિવેશે મને સજર્યો છે ?

તમે જ જજ છો
તમે જ  જ્યુરી
આપો ચુકાદો
કે ગિલ્ટી કે નૉટ ગિલ્ટી ?

મારે કોઈ ઉત્તર આપવા નથી
મારે તો બસ પ્રશ્નો પૂછવા છે..
પ્રશ્નો..પ્રશ્નો..પ્રશ્નો..

મહેશ મા. દવેઃ (૨૭-૦૯-૧૯૩૨)- જન્મ લીમડી પાસેના ભલગામડામાં.
  શિક્ષણા મુંબઈમાં. વસવાટા અમદાવાદમાં. વકીલ, અધ્યાપક, કોલેજના
    આચાર્ય અને નિવ્રુત ન્યાયધીશ, કવુ, નવલકથાકાર, વાર્તાકાર, જીવનકથાના
   આલેખ અને અનુવાદક. ‘ઈમેજ’ની અમદાવાદ ઓફિસના કાર્યનિમાયક. ‘કોરે કાગળ’
  “સહી’ કાવ્ય-સંગ્રહ’.

November 10, 2007 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 2 Comments

કવિતા-સુરેશ દલાલ

ca4lwl1ecakk2dz4caexs9dbcaulb2t5cayu6quica547hmtcam6bahcca71ecc1ca5mzoy9ca764puica0u5r8ncammqht2caq9oe6hcafdsi91cabqxufrca1z5acxca3vh63hca84hniaca8s9qyv.jpg 

હે ભગવાન !
માણસોને આટલી હદે
શરીરનો ઓશિયાળો ન બનાવ!
આંધળી, અપંગ, બહેરી, બોબડી
અવાક  જિંદગી.

તું ઈશ્વર નથી.

પરપીડીનમાં રાચતો
શયતાન છે.

ઠીંગરાયલા મનના બાળકને
સમજ પણ ન પડે
કે આ જિંદગી એટલે શું?

તું માણસનો મિત્ર નથી,
દુશ્મન છે.
અને છતાં
માણસ તારી પૂજા કરેછે.
તારી ભક્તિ કરેછે.
છતાંય તું  આટલી હદે
અનાસક્ત?
અનાસક્ત રહેવાથી
ઈશ્વર થવાતું હોયતો
મારે ઈશ્વર નથી થવું.

મારે તો આસક્તિમય
માણસ જ રહેવું છે.

અને એક વાર
તને પણ ઓશિયાળો બનાવવો છે.

November 9, 2007 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 2 Comments

માતાને જીભ ચઢાવવાની અનોખી શ્રદ્ધા -શ્રધ્ધાળુની શ્રધ્ધાનો સાગર

માતાને જીભ ચઢાવવાની અનોખી શ્રદ્ધા
શક્તિ પૂજામાં શ્રદ્ધાળુઓ જીભ કાપીને લોહી દેવીને ચઢાવે છે !
શ્રુતિ અગ્રવાલ

આસ્થા અને શ્રદ્ધાની ભાવનામાં વહીને વ્યક્તિ શું નથી કરી બેસતો….. આ વખતે આસ્થા અને અંધવિશ્વાસની અમારી વિશેષ પ્રસ્તુતિમાં અમે તમને બતાવી રહ્યા છે શક્તિ પૂજા. ખાસ કરીને નવરાત્રિમાં શ્રદ્ધાળુઓનો હોય છે અનેરો ઉત્સાહ. આસ્થાના આ સમુદ્રમાં ભક્તો કદી પોતાના શરીરને તકલીફ પહોંચાડીને દેવીને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે તો કદી ‘દેવી આવજો’ આવું માનીને અજબ-ગજબની હરકતો કરે છે.

W.D W.D


આમ તો શક્તિ પૂજામાં ઉત્સાહનું આવું દ્રશ્ય બહુ સામાન્ય ગણાય છે. પણ નવરાત્રિના સમયે ઉત્સાહનો આ દરિયો પોતાની દરેક સીમા પાર કરી જાય છે. ગલી-ગલીમાં બનેલા દુર્ગા મંદિરની બહાર લોકો પાગલોની જેમ ઝૂમતા-નાચતા જોવા મળે છે. આ લોકોને ન તો પોતાના શરીર પર કાબૂ હોય છે કે ન તો મગજ પર…

સૌથી પહેલા અમે ઈંદોરના એક દુર્ગા મંદિર તરફ વળ્યા. કહેવાય છે કે અહીંના પૂજારીને દુર્ગા માતા આવે છે. જ્યારે અમે ત્યાં ગયા તો, ત્યાંનું દ્રશ્ય જોઈને ચોંકી ગયા. ત્યાંના કેટલાય લોકો વિચિત્ર રીતે ઝૂમી રહ્યા હતા. ત્યાંના મુખ્ય પુજારી સળગતી કપૂર પોતાના મોઢામાં મુકીને અને તલવાર હાથમાં લઈને ભક્તોની વચ્ચે કૂદી રહ્યા હતા. અહીં આવેલા શ્રધ્ધાળુઓ તેમને દેવી માનીને પૂજી રહ્યા હતા. સાથે જ બીજા ભક્તો પણ ગાંડાની જેમ ઝૂમી રહ્યા હતા. આમાંથી કેટલાક લોકો તો મોટા ધંધાર્થીઓ અહીં સુધી કે સરકારી કર્મચારીઓ પણ હતા. બીજી બાજુ ભક્તોની ભીડમાં પણ દરેક વર્ગના લોકો હતા.

W.D W.D


જ્યારે અમે પૂજારી સુરેશ બાબા જોડે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે વર્ષોથી તેમને માઁતા આવે છે. આ વરદાન તેમને ઓઁકારેશ્વરમાં સ્નાન કરતા સમયે મળ્યું હતુ. શરીરમાં માતા આવે ત્યારે તેમના દરવાજે આવેલો કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે પાછો નથી જતો. અહીં આવીને તેમની દરેક ઈચ્છાઓ પૂરી થાય છે.

અહીંથી નીકળીને અમે ઘાર રોડ પર બનેલા કેટલાંક નવા ગામ તરફ વળ્યાં. ગામ પાસે બનેલા તળાવમાં લોકોની શક્તિ પૂજા જોઈને કોઈને પણ ડર લાગી જાય. કેટલીક સ્ત્રીઓ ભાવુક થઈને પોતાની જીભ પર તલવાર ફેરવી રહી હતી… લોકો જુદી-જુદી રીતે પોતાના શરીરને તકલીફો આપી રહ્યાં હતા.

આ સાથે જ મધ્યપ્રદેશના કેટલાય શહેરોમાં અમને આવા જ દ્રશ્યો જોવા મળ્યા…. ક્યાંક તો કોઈ પોતાને દુર્ગાનો અવતાર માનતા હતા તો ક્યાંક કોઈ કાળીનું રૂપ લઈને બેસી હતી. શક્તિ પૂજાનું આ દ્રશ્ય ધીરે-ધીરે ભયાનક રૂપ ધારણ કરી રહ્યું હતુ. વિચિત્ર રીતે ઝૂમતા લોકોએ દેવીને પોતાનું રક્ત ચઢાવવાનું શરૂ કરી દીધુ હતુ.

W.D W.D


જી, હાઁ, અહીં અમે વાત કરી રહ્યા છે આઁત્રી માતાના મંદિરની. નીમચથી લગભગ 60 કિ.મી. દૂર આ મંદિર આવેલું છે. આ મંદિરની માન્યતા છે કે જે વ્યક્તિ માઁના દ્વારે જીભ ચઢાવે છે તેની મનોકામના પૂરી થાય છે. અહીંના પૂજારીનું કહેવું છે કે માતાના દ્વારે અત્યાર સુધી સેંકડો લોકો જીભ ચઢાવી ચૂક્યાં છે.

અહીં જીભ ચઢાવી રહેલા મનોહર સ્વરૂપના ભાઈએ અમને બતાવ્યું કે લગ્નના 12 વર્ષ પછી પણ મનોહરના ઘરે પારણું નહોતું બંધાયુ. મનોહરે આઁત્રી માતાના મંદિરે માનતા માની હતી કે, જો તેની પત્નીનો ખોળો ભરાશે તો તે અહીં આવીને પોતાની જીભ ચઢાવશે. માતાએ મનોહરની મનોકામના પૂરી કરી તેથી તે અહીં જીભ ચઢાવવા આવ્યો છે.

W.D W.D


અને અમારી સામે જ મનોહરે પોતાની જીભ કાપીને દેવીની સામે ચઢાવી દીધી. મનોહર એકલો નહોતો, તેના જેવા ધણા લોકોએ માઁ ને પોતાની જીભ ચઢાવી. અહીંની માન્યતા છે કે, જીભ ચઢાવ્યાં પછી ભક્તને મંદિરમાં જ રોકાવવું પડે છે. આઠ થી દસ દિવસ સુધી મંદિરમાં રોકાયા પછી ભક્તની જીભ પાછી આવી જાય છે. પહેલાં અહી જીભ ચઢાવી ચૂકેલા પ્રભાત દેવે પણ અમારી સામે દાવો કર્યો કે માઁની કૃપાથી દસ દિવસમાં જ તેમની જીભ સારી થઈ ગઈ.

W.D W.D


જીભ ચઢાવવાના આ દ્રશ્યએ અમને અંદર સુધી હચમચાવી નાખ્યાં. શું માઁને ખુશ કરવા માટે બાળકોએ પોતાના શરીરને કષ્ટ આપવું પડે છે ? શું આવી જ રીતે માઁ તેમની મનોકામના પૂર્ણ કરે છે ? ગાંડાંની જેમ ઝૂલતા લોકોની અંદર શું સાચે જ કોઈ દૈવી શક્તિ પ્રવેશ કરે છે ? આ બધા સવાલોનો જવાબ અમારી પાસે નહોતો….. અમારી પાસે તો હતો શ્રધ્ધાળુની શ્રધ્ધાનો સાગર….એવો સાગર કે જેને જોઈને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે.

COURTESY OF WEBDUNIA

November 8, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 5 Comments

ભાઈની મંગળ કામનાનું પર્વ : ભાઈબીજ

bhai11.jpg

- પ્રતિભા અગ્નિહોત્રી
કાર્તિક માસ સુદની દ્રિતીય તિથી એટલે કે દિવાળી પછીનો બીજો દિવસ ભાઈ-બહેનના પર્વ ભાઈબીજ તરીકે ઉજવવામાં આવે છે. તેને ભાતૃ દ્રિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધનની જેમ જ ભાઈબીજ પણ ભાઈ-બહેનના પવિત્ર સંબંધોનું પાવન પર્વ છે. તે બંનેમાં અંતર એટલું છે કે રક્ષાબંધને બહેન ભાઈની રક્ષાની કામના કરતા રાખડી બાંધે છે, જ્યારે ભાઈબીજ પર ભાઈના કલ્યાણ અને રક્ષા માટે બહેન ભાઈને ચાંદલો કરે છે. આ દિવસે કેટલીક બહેનો પોતાના પ્રિય ભાઈના દિર્ધ આયુષ્ય અને સમૃદ્ધિ માટે વ્રત પણ રાખે છે. ભાઈબીજ પર દરેક ભાઈ પોતાની બહેનના ઘરે જાય છે, ત્યાં બહેન કુમકુમ અને અક્ષત દ્રારા ચાંદલો કરીને ભાઈનું સ્વાગત કરે છે અને તેના ઉજ્જવળ જીવન માટે આશીર્વાદ આપે છે. બહેન તેને પ્રેમભેર સ્વાદીષ્ટ પકવાનો ખવડાવે છે અને ભાઈ દક્ષિણા અથવા ઉપહાર આપીને પોતાની બહેનના શુભાશીષ ગ્રહણ કરે છે.

જે રીતે આપણા દેશમાં દરેક પર્વ પાછળ કોઈને કોઈ દંતકથા છુપાયેલી છે તે જ રીતે ભાઈબીજના સંદર્ભમાં પણ એક અતિપ્રાચીન કથા પ્રચલિત છે. કહેવાય છે કે પૌરાણિક કાળમાં આ જ દિવસે મૃત્યુના દેવતા યમદેવે તેમની બહેન યમીના દર્શન કર્યા હતા, જે ઘણા દિવસોથી તેમને મળવા માટે વ્યાકુળ હતી. તેથી આ પર્વને યમ દ્રિતીયા પણ કહેવાય છે.

ભાઈના આગમનથી ખુશ થયેલી યમીએ તેની આગતાસ્વાગતા કરી અને છપ્પન પ્રકારના ભોજન ખવડાવ્યા. તેનાથી પ્રસન્ન થઈને યમરાજે યમલોકમાં પ્રસ્થાન કરતા પહેલા પોતાની બહેનને મનોવાંચ્છીત વરદાન માંગવા કહ્યું. ત્યારે યમીએ એવું વરદાન માંગ્યું કે જે ભાઈ આજના દિવસે પોતાની બહેન સાથે મારો જળાભિષેક કરશે, અર્થાત યમુનામાં સ્નાન કરશે તે યમની જેમ દિર્ધજીવી અને સમૃદ્ધિશાળી બનશે. તે સિવાય આજના દિવસે જે રીતે મારા ભાઈ યમ પોતાની બહેનના ઘરે આવ્યા છે, તે જ રીતે દરેક ભાઈ આજના દિવસે પોતાની બહેનના ઘરે જાય. યમરાજે યમને બંને વરદાન આપ્યા. કહેવાય છે કે ત્યારથી જ ભાઈબીજની ઉજવણીની પરંપરા શરૂ થઈ.

ભારતના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં એ દિવસે ગોધન પર્વ પણ ઉજવાય છે. તેમાં ગોબરની માનવ મુર્તિ બનાવીને તેની છાતી પર ઈંટ મુકીને સુહાગણ સ્ત્રીઓ તેને તોડે છે. બપોર પછી બહેન-ભાઈ યમ-યમીની પૂજા કરીને આ પર્વની ઉજવણી કરે છે. ઉત્તર ભારતમાં કેટલાક સ્થાનોએ આ પર્વ ગોવર્ધન પૂજા નામે મનાવાય છે. જેમાં ખેડુતો ઘરના ગાય, બળદ વગેરે પશુઓની પૂજા અર્ચના કરે છે.

November 7, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | No Comments Yet

કાળી ચૌદશ(નરક-ચતૃરદર્શિ)

 diwaligreetings1.jpg

નર્કસૂરનામે એક  અસૂર રાજા(પ્રયાગ-જ્યોતિષપૂરહાલ જે હાલ નેપાળના દક્ષિણ ભાગમાંઆવેલ છે) થઈ ગયો. તેણે ઈન્દ્રસાથે લડાઈ કરી, ઈન્દ્રને પરાજીત કરી તેના કિંમતીમાં કિંમતી આદિત્ય કાન-કુંડાળ છીનવી લઈ, દેવલોકની દેવી-દેવતા સાથે સત્યભામા અને સોળ હજાર દેવતાની પુત્રીઓને કેદમાં પુરી દીધા અને ત્રાસ આપવા લાગ્યો.

                     સત્યભામા(કૃષ્ણની પત્ની)એ કૃષ્ણનું સ્મરણ કરી વિનંતી કરી ” હે પ્રભુ ! અમોને આ ત્રાસથી બચાવો અને મને એવી શક્તિ આપો કે આ નર્કસૂરનો વધ હું કરી શકું.કૃષ્ણએ  સત્યભામાને શક્તિ પ્રદાન કરી. નર્કાસૂરને એવો શ્રાપ હતો કે એનું મોત કોઈ સ્ત્રી થી  થશે કૃષ્ણએ એમની ચાતુર્ય યુક્તિથી નર્કાસૂર સાથે ચડાઈ કરી અને રણભૂમીમાં સત્યભામાએ નર્કાસૂરનું ડોકું કાપી વધ કર્યો. સૌ દેવી-દેવતા તેમજ સોળહજાર  દેવી પુત્રીઓ ને જેલમાંથી મુકત કરાવી.કૃષ્ણ એ સોળ-હજાર દેવી-પુત્રીઓ સાથે લગ્ન કર્યા તેમજ ઈન્દ્ર પાસેથી છીનવી લીધેલા કાન-કુંડળ પાછા મેળવ્યા.વિજયના સન્માન રૂપે પાછા ફરતા કૃષ્ણએ નર્કા-સૂરને વધકરી એનું લોહીનું કપાળ પર તિલક કરેલ અને વહેલી સવારે પાછા ફરેલ ત્યારે ગામની સૌ સ્ત્રીઓ એ સુગંધી તેલ,સુખડ પવિત્ર જળ વડે સ્નાન કરાવી લોહીનો ચાંદલો સાફ કરી કંકુનો ચાંદલો કરી એમનું સ્વાગત કરી ઉત્સવ મનાવ્યો. ત્યારથી આપણાં હિન્દુ સંસ્કૃતિમાં  તેમાંય ખાસ કરીને મહારાષ્ટ્રમાં સૌ આ દિવસે( કાળી ચૌદસ) સૂર્યોદય પહેલા ઊઠી વહેલી સવારે સ્નાનકરી,ઘર આંગણે સાથિયો પાડી, પ્રભુની પૂજા કરેછે.
                 નવાઈની વાતતો આ ઘટનામાં એ છે કે નર્કાસૂરની માતા ભૂદેવીએ નર્કાસૂરના વધ પછી તે દિવસે શૉક મનાવવાને બદલે ઉત્સવ મનાવી સૂર્યોદય પહેલા સ્નાન કરી,ઘર આંગણે કંકુના સાથિયા પાડી શુભ-દિન તરીખે જાહેર કરેલ!

              આજે પણ દક્ષિણ-ભારતમાં સૂર્યોદય પહેલાં ઊઠી   કંકુ-સુગંધી તેલ , તેમજ તરબુચને રાક્ષસનું માથું માની એને કચડી લાલ તિલ્લક કર્યા પછી સુખડ તેમજ સુગંધી પાણીમાં સ્નાન કરેછે.મહારાષ્ટમાં સુર્યોદય પહેલાં ચણાના લોટમાં સુગંધી પાવડર સાથે સ્નાન કરી દૂધ-પૌવા તેમજ સાકર-સેવ ખાઈ સૌ કુટુંબીઓ ઉત્સવ મનાવે છે.
              ગુજરાતમાં અને કાઠીયાવાડમાં  આ દિવસે ઘરમાંથી કંકાસ અને કકળાટ કાઢવા મગના વડા તેલમાં તળી શેરી કે પોળના નાંકે વડુ મુકી પાણીની ગોળ ધાર કરી આસુરી તત્વોને દૂર કરેછે..સૌ સાથે મળી ઘર આંગણે રાતે દીપમાળા  પ્રગટાવી આ દિવસને આનંદથી ઉજવણી કરેછે..

In  English

 Legends behind Chhoti Diwali
The story goes that the demon king Narakasur ruler of Pragjyotishpur (a province to the South of Nepal) after defeating Lord Indra had snatched away the magnificent earrings of Aditi, the Mother Goddess (the ruler of Suraloka and a relative of Satyabhama, Lord Krishna’s wife) and imprisoned sixteen thousand daughters of the gods and saints in his harem.

On coming to know about this, Satyabhama was enraged by Narakasura’s malevolence towards women, and she appealed to Krishna to give her the golden chance to destroy Narakasura. The legend also says that Narakasura was given a curse that he would be killed by a woman. Krishna granted Satyabhama a boon to fight with Narakasura. With Krishna as the charioteer, Satyabhama entered the battle field. During the war, Krishna swooned for a while, a preordained divinely act adopted to empower Satyabhama to kill the demon. After Narakasura was beheaded, the imprisoned women were released, and Krishna accepted to marry them.

So on the day previous to Narakachaturdashi, Lord Krishna’s divine intervention led to the killing of the demon, Narakasura and liberation of the imprisoned damsels as well as recovery of the precious earrings of Aditi. As a symbol of that victory Lord Krishna smeared his forehead with the demon king’s blood. Krishna returned home in the very early morning of the Narakachaturdashi day. The womenfolk massaged scented oil to his body and gave him a good bath to wash away the filth from his body. Since then the custom of taking bath before sunrise on this day has become a traditional practice specially in Maharashtra.

It is interesting to note that Bhudevi, mother of the slain Narakasura, declared that his death should not be a day of mourning but an occasion to celebrate and rejoice. Since then, Deepavali is being celebrated by people every year with joyous celebrations with lot of fun and frolic, and fire works.

In South India that victory of the divine over the mundane is celebrated in a very peculiar way. People wake up before sunrise prepare a paste by mixing Kumkum in oil, symbolizing blood and after breaking a bitter fruit that represents the head of the demon King that was smashed by Krishna, apply that mixture on their foreheads. Then they have an oil bath using sandalwood paste.

In Maharashtra also, traditional early baths with oil and “Uptan” (paste) of gram flour and fragrant powders are a `must’. All through the ritual of baths, deafening sounds of crackers and fireworks are there in order that the children enjoy bathing. Afterward steamed vermicelli with milk and sugar or puffed rice with curd is served.

November 6, 2007 Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા | | No Comments Yet

ધનતેરસનું મહત્વઃ

dhan-teras1.jpg
આપણાં દરેક તહેવારનું મહત્વ રહેલ છે, સાથે સાથ કોઈ ઘટના સાથે એનું અનુસંધાન સંકળાયેલે છે.દિવાળીના પાંચ શુભ-દિવસોમાંનો આ પહેલો દિવસ ગણવામાં આવે છે.
           મહારાજા હિમાના એકના એક પુત્રનું રાજ-જ્યોતિષે ભવિષ્ય ભાખેલ કે તેમનું મૃત્યું તેમનાં લગ્ન દિવસ પછી ચોથા દિવસે કાળિયાનાગથી થશે. લગ્નના ચોથા દિવસે તમની પત્નીએ પોતાના પતિ રાજકુમારને સુવા ના દીધા. પોતાના બધા સોનાના તેમજ હિરા-જડીત દાગીના , ચાંદી, સોનાના સિક્કા  બધુએ એક મોટા કોઠામાં ભરી ઓરડા પાછળ મૂકી દિધા. પોતાના સુવાની પથારીની આસ-પાસ જગ-મગતઆ હજારો દિવા પ્રગટાવ્યા, ચારે બાજુ બસ રોશની થી ઓરડો પ્રકાશિત કરી દિધો.. સાથો સાથ રાણી એ માંગળિક ગીતો ગાવા લાગી. યમરાજ  કાળોનાગ બની ઘર તરફ આવ્યાં.. ચારે બાજુ એટલો પ્રકાશ અને રોશની હતી કે એ અંજાય ગયા. ઓરડા પાસે જે ધનથી કોઠી હતી તેની પર ચડી ગયો અને આખી રાત મધૂર સંગીત અને રાણીના સુંદર ગીતો સાંભળતા રહ્યાં.. સવાર પડતાંની સાથેજ શાંતીથી બહાર જતા રહ્યાં.. રાજકુમાર બચી ગયો! આ દિવસ “યમદિપાદાન” તરિકે પણ જાણીતો છે.

બીજી માન્યતા મુજબ દેવ-દાનવો મળી દરીયોને વલોવી ઝે’ર. અમૃત ( ધનવંતરી દેવ) પ્રગટ થયા.આય્રુર્વેદમાં “ધનવંતરી”ની આદિવસે પૂજા થાય છે.

ધનતેરસને દિવસે ધન-લક્ષ્મીની પૂજા સાથે શુભ-સાથિયો અને દિપ પ્રકટાવી ઘરમાંથી ખરાબ તત્વોની વિદાય અને શુભ-વિચારો સાથે લક્ષ્મીને અહવાન!

   

November 5, 2007 Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા | | No Comments Yet