સાહિત્ય-સમાચાર
ભાવનગરમાં મેઘાણી જન્મજયંતીનો વિશિષ્ટ ઉત્સવ:
ગુજરાતના લાડીલા શાયર શ્રી ઝ્વેરચંદ મેઘાણીએ પોતાના આયુષ્યનાં યાદગાર વર્ષો ભાવનગરમાં જે સ્થળે વીતાવ્યાતે ભાવનગરના પ્રખ્યાત જશોનાથ મંદીરના પરિસરમાં શ્રી મેઘાણીના જન્મદેનની વિશિષ્ટ ઉજવણી ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન,ભાવનગર યુનિવર્સિટીંનાં વિદ્ર્યાર્થીઓ દ્વારા તા.28 ઑગસ્ટ,2007ને રક્ષાબંધનના દિને કરવામાં આવી. આ કાર્યક્રમમાં કવિશ્રીનાંગીતો, વાર્તાઓ, પત્રોમાંથી પઠ્ન-ગાયનની પ્રસતુતિ થઈ. મહેન્દ્ર પરમારે સૌને શાબ્દિક સ્વાગતથી સત્કાર્યા. મેઘાણી પરિવારના સદસ્ય શ્રી જયંતભાઈ મેઘાણીએ ભાવનગર સાથેના મેઘાણીના ભાવાત્મક સંબંધનું સ્મરણ કર્યુ. મુરલીબેન મેઘાણી એ કવિશ્રીનાં ગીતોનું મધુર ગાન કર્યુ .ભવનનાં વિદ્યાર્થીઓએ મેઘાણીની વાર્તાઓ ‘બદમાશ’ અને ‘દીકરો’નું ભાવવાહી વાચિકમ તેમજ કવિશ્રીનાં કાવ્યો ‘માની યાદ’ , ‘ચારણ કન્યા’ તથા લોકગીતોનું ગાન કર્યુ. શ્રી તખ્તસિંહજી પરમારે આશીર્વચન સાથે મેઘાણીનાં સંસ્મરણો પ્રગટ કર્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિપુલ પુરોહિતે કર્યુ હતું.
********************
સુરેશ દલાલને નરસિંહ મહેતાનો ઍવોર્ડ એનાયત .
વિદ્યમાન ગુજરાતીકવિને તેના સમગ્ર કવિતા-સર્જનને લક્ષ્યમાં લઈને પ્રતિવર્ષ અપાતો ‘ આદ્યકવિ નરસિંહ મહેતા ઍવોર્ડ’ તેના દસમાં વર્ષે શ્રી સુરેશ દલાલને આ શરદપૂર્ણિમાએ , 26મી ઓકટોબર 2007ના રોજ જૂનાગઢમાં એનાયત થયો.
*************************
શ્રી નારાયણ દેસાઈને મૂર્તિદેવી ઍવોર્ડ એનાયત થયો.
પ્રખર ગાંધીવાદી સાહિત્યકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના વર્ષ 2008-09માટે વારાયેલા પ્રમૂખશ્રી નારાયણ દેસાઈને તેમના ગાંધી ચરિત્ર પરના પુસ્તક ‘મારું જીવન એ જ મારી વાણી’ માટે અમદાવાદમાં તા.14 સપ્ટેમ્બર 2007ના રોજ યોજાઈ ગયો. ગાંધીજીના પૌત્ર અને બંગાળના રાજ્યપાલ શ્રી ગોપાલકૃષ્ણ ગાંધીના હસ્તે આ સન્માન એનાયત થયું.
*****************************************
શ્રી રવીન્દ્ર પારેખને સુરતની કલાસંસ્થા પારિતોષક આપવાનું જાહેર થયું છે.
શ્રી ગૌરાંગ ઠાકરને આ જ સંસ્થા દ્વારા 2007ના નવોદિત સાહિત્યકાર તરીકે સન્માન નક્કી થયું છે.
1 Comment »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



ફૂલવાડીમાં નવી-નવી તરેહના ફૂલો ઊગતા જોઈને આનંદ થાય છે…. આ વખતે ઘણા લાંબા સમયે આવવાનું થયું.. બાર દિવસનો પ્રવાસ અને પછી ઓચિંતો કામનો બોજો…. આજે થોડો સશ્વાસ લેવાનું શક્ય બન્યું એટલે અહીં ફૂલોની મહેંક લેવા આવ્યો… સરસ કામ થયું છે, વિશ્વદીપભાઈ…
Comment by વિવેક | November 30, 2007