ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ચૂટેલા શેર

4vpk4nn.jpg

કોઈનાં  ભીનાં  પગલાં  થશે , એવો  એક  વર્તારો છે,
સ્મિત  ને આસું    બન્નેમાંથી  જોઈએ  કોને    વારો છે?

ઉર્મિની     એક   ઝૂંપડી      દિલમાં     બળી    ગઈ,
તે      દિવસે  ચારે    કોર   ગજબ   રોશની     હતી.

ના   મારા    ગુના  યાદ   કે   ના  એની  સજા  યાદ,
રહી   ગયો છે    અમસ્તોજ   મને   મારો  ખૂદા   યાદ.

નિર્દયને    ત્યાં      લીધો     છે  વિસામો   અનેકવાર,
ખૂદ      આંસુએ      દીધો  છે     દિલાસો   અનેકવાર.

અમારી     દુર્દશાઓ    પણ     તમારા  રૂપ   જેવી  છે,
હજારો   વાત   કહી   દે છે  ને   સંબોધન   નથી  હોતા.

જગતના   માનવી     માટે   જગતના   સૌ   સીમાડા છે,
કવિ    છું  માટે    મારે     તો  બધા    રસ્તા     ઉઘાડા છે.

-સૈફ પાલનપુરી

October 23, 2007 - Posted by વિશ્વદીપ બારડ | શાયરી | | 6 Comments

6 Comments »

  1. સ્મિત અને આંસુમાંથી જોઇએ કોનો વારો છે..
    વરસો પહેલા મારી ડાયરીમાં આ મારી પ્રિય પંક્તિરૂપે સચવાયેલ છે. મજા આવી ફરી એકવાર અહીં વાંચવાની…

    Comment by nilam doshi | October 23, 2007

  2. કવિ છું માટે મારે તો બધા રસ્તા ઊઘાડા છે. બહુ સરસ ગઝલ છે.

    Comment by Rekha | October 23, 2007

  3. ULTIMATE SHELTER

    MUDAEE LAKHA BURA CHAHE TO KYA HOTA HAY

    WOHI HOTA HAI JO MANJURE KHUDA HOTA HAI

    Comment by REKHASDEDHIA | October 24, 2007

  4. really nice one…..!!

    Comment by Pinki | October 24, 2007

  5. ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ,
    રહી ગયો છે અમસ્તોજ મને મારો ખૂદા યાદ

    khub j saras

    Comment by neetakotecha | October 25, 2007

  6. કવિ છું માટે મારે બધા રસ્તા ઉઘાડા છે
    wonderful

    Comment by pravinash1 | October 25, 2007

Leave a comment