એક ગઝલ-રશીદ મીર
એવું થયું શું ભોર લગી જાગતા હતા,
ઊંઘી જવાની આપ દુવા માગતા હતા.
વૈભવ ઘરનો ખૂણેખુણો શોભતો હતો,
સઘળું હતું , દ્વાર ને દીવાલ કયાં હતા?
મળતા હતા હરરોજ ખબર તારા હાલના,
ત્યારે શહેરમાં આપણાં અખબાર ક્યાં હતાં?
એક રાત અતિથિ બની મારા ઘરે હવા,
ખીંટી ઉપરના વસ્ત્ર બહુ ઉડતા હતાં.
તૂટી ગયો તો કેવો સમજદાર થઈ ગયો,
હેરતથી આયનાઓ મને તાકતા હતા.
સંચાર હળવે હળવે જગાડી ગયો મને ,
વ્હેલી સવારે ઓસનાં પગલા થયાં હતાં.
એથી વધુ તો ‘મીર’ સમય શું કરી શકે?
ખાંભી બની ગયા જે બહું ઝૂઝતા હતા.
-રશીદ મીર( “ખાલી હાથનો વૈભવ”)
4 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



એવું થયું શું ભોર લગી જાગતા હતા,
ઊંઘી જવાની આપ દુવા માગતા હતા.
આપણા જેવા અનીદ્રાના દરદીઓ માટે?
પણ હવે ઉંઘી જવાની દુવા માંગવાનું બંધ કર્યું છે! હવે તો રાતની જાગૃતીમાં નવસર્જન થાય છે.
ઉપરવળાની દુવા કે કમ કરવાનો સમય વધારી આપ્યો છે !
મારો એક હાસ્ય લેખ વાંચો -
http://dhavalrajgeera.wordpress.com/2007/09/18/naskora/
Comment by સુરેશ જાની | October 19, 2007
એક રાત અતિથિ બનિ મારા ઘરે હવા, ખીંટી ઉપરના વસ્ત્ર બહુ ઉડતા હતાં. બહુ સરસ ગઝલ છે.
Comment by rekha | October 19, 2007
ખાંભી બની ગયા જે બહુ ઝુઝતા હતા’
જીવનનુ પરમ સત્ય છે આ છેલ્લી પંક્તિ.
ગઝલ છે એટલે ખાંભી બન્યા
કવિતા હોત તો રાખ બનત
Comment by pravinash1 | October 21, 2007
સુંદર રચના…
મળતા હતા હરરોજ ખબર તાર હાલના,
ત્યારે શહેરમાં આપણાં અખબાર ક્યાં હતાં?
- આ શેર બરાબર છે? ક્યાંક કંઈક ખૂટતું હોય એમ લાગે છે…
Comment by વિવેક | October 22, 2007