ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

લાકડું રે બોલે !

 autumn-leaves.jpg

 તારા જ જન્મ સમયે,

   પારણું બની ઝૂલાવ્યો મેં તને.

ખુદ આગ સાથ મસ્તી કરી,
   પકવાન ખવડાવ્યાં મેં તને.

ટેકાની જરૂર હતી પાકી ઉંમરે,
   લાકડી બની સહારો દીધો મેં તને.

રજા લીધી છેલ્લા શ્વાસ લઈ,
   નનામી બની ઉંચક્યો  મેં તને.

સાથ મળી  રાખ થઈ ગયા,
   દીધો જન્મથી મરણ સુધીનો મેં સાથ તને..

October 16, 2007 - Posted by વિશ્વદીપ બારડ | કાવ્ય, સ્વરચિત રચના | | 3 Comments

3 Comments »

  1. લાકડું રે બોલે….સરસ રચના છે…મઝા આવી ગઇ….

    Comment by Rekha | October 16, 2007

  2. દીધો જન્મથી મરણ સુધીનો મેં સાથ તને..
    very nice…

    Comment by Devika Dhruva | October 19, 2007

  3. અરે ! શીર્ષક વાંચવાનું રહી ગયું એમાં તો ભારે મૂંઝવણ થઈ ગઈ…. શીર્ષક વાંચતાની સાથે જોકે ગડ ઊકલી પણ ગઈ… મજાનું કાવ્ય…

    Comment by વિવેક | October 22, 2007


Leave a comment