ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-મનોજ ખડેરિયા

રેતીની    જેમ   આભથી    ખરતું   રહે  તિમિર,
ખાલી      થતા  શહેરને     ભરતું   રહે  તિમિર.

ગાયોનું    વૃંદ     જાય    પછી   સાંજે  સીમમાં,
બાકી   વધેલ     તેજને    ચરતું    રહે   તિમિર.

ઝાંખી   દિવાલે  ટેકવી   પગ    ઊંચું  થઈ   અને,
બારી     મહીંથી   ડોકિયું   કરતું     રહે    તિમિર.

તારાની    સાથ    રાતના     ઊતરીને  ચૂપચાપ,
સરવરના     શાંત   નીરમાં   તરતું   રહે  તિમિર. 

એકેય   દ્રવાર    ખૂલ્લું       નથી   રાતનું   અહીં,
ઠીકરાની     જેમ     ટાઢમાં    ઠરતું   રહે  તિમિર.

શોધી    રહ્યું      છે   કોને    જતી   રાતની  પળે?
ધુમ્મસનું    વસ્ત્ર   ઓઢીને   ફરતું   રહે છે   તિમિર.

-મનોજ  ખડેરિયા

October 16, 2007 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 3 Comments

3 Comments »

  1. રેતીની જેમ આભથી ખરતું રહે તિમિર્….સરસ છે…

    Comment by Rekha | October 16, 2007

  2. ગાયોનું વૃંદ જાય પછી સાંજે સીમમાં,
    બાકી વધેલ તેજને ચરતું રહે તિમિર.

    undi vaat kahi …

    sundar gazal..

    Comment by કુણાલ | October 17, 2007

  3. શાલેય જીવનમાં ખૂબ જ ગમી ગયેલી ગઝલ… એ વખતે છંદ ન્હોતા આવડતા, પણ આ જ રદીફ રાખીને એક ગઝલ પણ લખી હતી…. જૂના ફાકા-મસ્તીના દિવસો યાદ આવી ગયા…

    Comment by વિવેક | October 22, 2007

Leave a comment