ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-કૈલાશ પંડિત

ખળભળ   નદી  જે  પાદરે   જોવા  મળી  હતી,
દરિયાને    મળવા    કેટલી  ઉતાવળ     હતી.

મારા   ભરોસે    સાથ  મેં    દીધો   હતો  મને,
ભ્રમણા  રહી   કે     કોકની  એ   આંગણી  હતી.

આસું   ઢાળ્યા  જો  હોત  તો એ પી  ગયો  હતે,
ભીનાશ    મારી  આંખને    ઘેરી    વળી  હતી.

ડૂબી    રહેલી    સાંજને    રોકીને   શું      કરું?
તારા   વિષેની   કોઈ   ખબર  ક્યાં  મળી  હતી.

ખૂશ્બૂ    ભરીને   સૂરમાં     વ્હેતી    હતી   હવા,
આખા    ચમનના   પાંદડામાં   વાંસળી    હતી.

-કૈલાશ પંડિત

October 15, 2007 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | No Comments Yet

No comments yet.

Leave a comment