પહેલી રાત – અવલોકન
લગ્નની પહેલી રાતે
દુલ્હા-દુલ્હનના શણગારેલા બેડ-રૂમમાં બારી બારણાં
જો ઉઘાડા રાખવાનો રિવાજ હોત-
તો સત્યાગ્રહને બહાને
નવપરિણીતાના ઘર પાસેથી
નીતિમત્તાના રક્ષકોના કાફલાઓ
સવાર સુધી ખસવાનું નામ લેત ખરા?
********************************
ગઈ કાલે મેં એક ભૂખથી મરી ગયેલા માનવીને જોયો હતો
એના ચહેરા પર કેટલી બધી રોનક હતી-!
કહેવાય છે કે મરતા પહેલા
જગની સૌથી સ્વાદિષ્ટ વાનગીઓનું
આપણા વિવેચકોની જેમ,
એણે એક તટસ્થ અવલોકન કર્યુ હતુઁ.
-સૈફ પાલનપુરી



