***વહી ગયો
અચેત શબ્દ કેટલાય અર્થ ઓળવી ગયો,
સમીર એકસામટાં અનેક ફૂલ પી ગયો.
જવાબ શોધવાની આ નવી રમત મળી મને,
સવાલથી સવાલ કાપતાં જ ઓગળી ગયો.
ફરી નવો સમય અને નવી હવા વહી રહી,
ફરી ચતૂર કાગને શિયાળ ભોળવી ગયો.
ન ચેતના રહી કે જાડ્ય પણ રહ્યું નહીં હવે,
પ્રકાશ બસ પ્રકાશ ભભકતો બધે રહી ગયો.
અસર ઉપર બધો મદાર છે અહીં ‘જયંતજી’,
પહાડ ઓગળી સ્વયં સમુદ્રમાં વહી ગયો.
-જયંત ‘સંગીત;



