ખાબોચિયે તરી જો!
ઈચ્છાને રોકવાનું સાહસ જરી કરી જો,
દરિયે ભલે તર્યો તું, ખાબોચિયે તરી જો!
ખૂશ્બૂ તો વાયરામાં કેવી ભળી રહી છે!
તું ખુદથી જ ભઈલા, ચપટી તો હળી જો.
ડાળી ઉપરથી ફૂલો ટપ ટપ ખરી શકે છે,
તારા મહેલમાં થી કાયમ તું નીકળી જો!
જો ઓતપ્રોત થાવું નિજમાં તને ગમે તો,
જળમાં તરંગ થઈને ચોમેર વિસ્તી જો!
મોડી-વહેલી કોમળ જળમાં દ્વવે શિલાઓ,
ખોટુંય એકદા તું ખુદમાં જ ઓગળી જો!
-મણિલાલ ન. પટેલ ‘જગત મિત્ર’



