ઉઘાડી રાખજો બારી
દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.
ગરીબની દાદ સાંભળવા,અવરનાં દુઃખને દળવા,
તમારાં કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.
પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,
તમારા શુધ્ધ હ્ર્દયોની ઉઘાડી રાખજો બારી.
થયેલા દ્ર્ષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા,
જરા સત્કર્મની નાની , ઉઘાડી રાખજો બારી.
-પ્રભાશંકર પટ્ટણી..(૧૫-૦૪-૧૮૬૨-૧૬-૦૨-૧૯૩૮) ભાવનાગરના રાજકુમાર ભાવસિંહજીના શિક્ષક, સલાકાર અને ભાવનગર રાજ્યના દીવાન્. સરનો ખિતાબ મળેલો. ગાંધીજીના પરમ મિત્ર. ૧૯૭૦માં એમના ‘મિત્ર’ કાવ્યસંગ્રહનું મરણોત્તર પ્રકાશન.
શ્રોતાઓ-પદ્મકાંત મહેતા
સાહિત્ય સર્જકો-ગદ્ય અને પદ્યના ધુરંધર સ્વામિઓ વચ્ચે પણ એક ત્રીજો વર્ગ છે, જેનું મહત્વ ઘણીવાર ભૂલાઈ જાય છે. એ વર્ગ છે, શ્રોતાઓનો.
એ શ્રોતાઓનું સ્થાન ‘વિઘ્ઘાનસ્ય સભા મધ્યે મુર્ખાઃ મૌનં ભખેયુઃ એવું જ નથી.
સૃષ્ટીના મંડાણ સમયે સૃષ્ટીકર્તા પિતામહ બ્રહ્માજીએ ચારે વેદોનું ગાન પોતાનાં ચાર મૂખથી શરૂ કર્યુ ત્યારે તેને ધ્યાનથી સાંભળવા માટે પોતાના ચાર આદિમાનસ પૂત્રો ઉત્પન કર્યા. તેમેનાં નામ હતાં,સનક, સનત અને સુનન્દન અને સનાતન. એ ચારેએ એક એક મુખ સામે બેસીને વેદગાન સાંભળ્યું અને કંઠસ્થ કર્યુઃ એટલે એ આદિ શ્રોતાઓ હતા અને એટલેજ વેદોને શ્રુતિ કહેવાય છે.
-પદ્મકાંત મહેતા હ્યુટન ટેક્ષાસ



