ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-ફિલિપ કલાર્ક

 image001.jpg

રેતનાં    આ     ઊંટ     કોરું     ગાંગરે ;
એક      વીતેલો      જમાનો     સાંભરે.

મૌન    તોયે      કૈક      બોલાતું    રહે,
બંધ     રાખી     કાન   કોઈ     સાંભળે.

લ્હેર    એક      એક      આ  પોકારતી;
નાવ     તારી  શેં     કિનારે     લાંગરે!

સાંકળોને      પ્રશ્ન        ધીમે    પૂછજે;
કોણ    આ   બેસી   રહ્યું    છે   બારણે ?

સાદ    કેવો     ખીણમાંથી      આવતો,
શબ્દ     એના   તરફડે    છે    ઝાંખરે.

વાત   કરતાં    આંખ     ઝૂકેલી    હતી,
ભાર    સપનાનો    હજી     છે   પાંપણે.

ઝેર    મીઠું    મીઠું      એનું    વ્યાપતું,
ડંખ      માર્યો   છે   પ્રણયની   સાપણે.

-ફિલિપ   કલાર્ક

October 5, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 2 Comments