ઘેરો થયો ગુલાલ
ગુજરાતી સાહિત્ય સરિતા-હ્યુસ્ટન, ડૉ.રઈશ મનીયારની ગઝલ-સંધ્યાની ઘણીજ સારી સફળતા બાદે એક આપણા પસિધ્ધ કવિ અને ગઝલકાર શ્રી જવાહર બક્ષી નો કાર્યક્રમ હ્યુસ્ટનને આંગણે રજૂ કરીએ છીયે. ઓકટોબર,૦૬,૨૦૦૭ સાંજે ૫.૦૦ વાગે ગુજરાતી સમાજના હૉલમાં, ૫૬૨૩ હિલક્રોફટ #૭૦૨ , હ્યુસ્ટાન, ટેકક્ષાસ, ૭૭૦૩૬. આપના કોઈ મિત્ર કે સ્નેહી આ શહેરમાં રહેતા હોય તો જરૂર પધારે અને શ્રી જવાહર બક્ષીની ગઝલનો આસ્વાદ જરૂર માણે. આવો આજે આપણે એમની એક ભવ્ય ગઝલ માણીએ.
**************************************************
આંખોનો ભેદ આખરે ખુલ્લો થઈ ગયો.
બોલ્યા વિનાજ હું બધે પડઘો થઈ ગયો.
આ એજ અંધકાર છે કે જેનો ડર હતો,
આંખોને ખોલતાંજ એ તડકો થઈ ગયો.
જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે,
મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઈ ગયો.
તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ,
મારી તરસના તાપથી દરિયો થઈ ગયો.
મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ,
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો.
-જવાહર બક્ષી



