ચુટેલા સુંદર શે’ર
શ્વાસ ઉછીના તમે આપો-ઘડીભર પહેરવા છે,
માગવા આવી ચડ્યું’તું કોણ એ મારી દુકાને?
*
પોળે ઊભેલા છોકરા સીટી વગાડે રાતભર,
માથા ફરેલી ન્યાતને રોકો નહી ટોકો નહીં.
*
દ્વારકાના નાથ તે મહેલો તજી દીધા નકામા,
યાદ ત્યારે કોણ કરશે , શ્યામ તારી દ્વારકાને?
*
શાપિત થયેલી એ નદી ગંગા બનેલી નીકળે,
ને કાળના પેટાળમાં સીતા રહેલી નીકળે.
*
પ્રેમ કાગળ જેમ વાંચી છે તને વરસો સુધી તો,
સાફ ચ્હેરા પર બધુંયે તરવરે છે , છળ કરે છે?
*
બે હાથમાં મૂકી ગયાં છે એ હથેળી જયારથી,
જણે લખેલો એમનો કાગળ હશે કે છળ હશે?..
-કવિ દિનેશ દેસાઈ(‘પ્રેમ ઝરૂખો”-૨૦૦૬)



