એક ગઝલ-કૈલાશ પંડિત
ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ,
ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ.
કહેવાતી ‘હા”થી નીકળે ‘ના’તોયે ભાવ પણ,
માણસની સાથે હોય છે એનો સ્વભાવ પણ.
કેડી હતી ત્યાં ઘાસને , ઉગ્યાં છે ઝાંખરા,
પુરાઈ ગઈ છે ગામના પાદરની વાવ પણ.
ભીંનાશ કોરી ખૂંપશે , પાનીમાં કોકદી,
ક્યારેક યાદ આવશે તમને તળાવ પણ.
તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી,
આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ.
-કૈલાશ પંડિત **મૂળ મધ્યપ્રદેશના આ કવિ ગુજરાતી ગઝલ માટે પોતાનો પનારો પાડ્યા પછી
દૂધભાષામાં લખવાનું ભૂલી જાય, એવી પ્રશસ્તિ પામી ગયાં છે. પ્રેમભર્યા તોફાનનું બીજું નામ . એ અજગર જેવડા મોટા મુંબઈને હરણની ગતીથી રોજ ખૂદે છે. એ જેટલાને મળે છે એટલાને આપણે તો રોજ જોવાનો પણ મ્હાવરો રાખી ન શકીએ. એને ન શ્રીમંતનો છોછે , ન ગરીબને મળવાનો રોષ છે. એ કોઈનેય મળી મળી શકતા હોય છે.-મનભરીને.
3 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



મઝાની રચના છે. દરેક શેર સુંદર છે. આવી રચના મુકવા બદલ ધન્યવાદ.
Comment by sunil shah | September 28, 2007
sundar rachana ………..
ભીંનાશ કોરી ખૂંપશે , પાનીમાં કોકદી,
ક્યારેક યાદ આવશે તમને તળાવ પણ.
Comment by ક્સુંબલ રંગનો વૈભવ | September 29, 2007
કહેવાતી ‘હા”થી નીકળે ‘ના’તોયે ભાવ પણ,
માણસની સાથે હોય છે એનો સ્વભાવ પણ.
સાવ સાચી વાત છે.. માણસની સાથે હોય એનો સ્વભાવ પણ…
Comment by vijayshah | October 2, 2007