ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ્-મનોજ ખંડેરિયા

waterfall.jpg 

આંગણું  બડબડ્યું, ડેલી  બોલી  પડી     ભીંત  મૂંગી રહી,
ઘર વિષે  અવનવી  વાત  સહુ એ કરી, ભીંત  મૂંગી રહી.

આભમાં    ઊડતી    બારીઓ    પથ્થરે  કાં   જડાઈ ગઈ ?
વાત      એ   પૂછનારેય  પૂછી    ઘણી, ભીંત  મૂંગી રહી.

‘આવજો કે’વું  શું પથ્થરોને ?’ ગણી  કોઈ  એ   ના  કહ્યું,
આંખ    માંડી    જનારાને   જોતી   રહી, ભીંત  મૂંગી રહી.

ઘર તજી  કોઈ  ચાલ્યું   ગયું  એ  પછી બારી એ  બેસીને,
માથું   ઢાળી  હવા   રાત  આખી   રહી,   ભીંત  મૂંગી રહી.

કાળના   ભેજમાં  ઓગળી  ઓગળી   એ      ખવાતી  રહી,
કોઈએ  એ   વિષે     કો’દી    પૂછ્યું  નહીં, ભીંત  મૂંગી રહી.
 

September 27, 2007 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 2 Comments

2 Comments »

  1. મને બહુ જ ગમતી ગઝલ. માત્ર પહેલો શેર જ વાંચ્યો હતો. આખીનો આસ્વાદ કરાવવા બદલ આભાર.
    કેટકેટલા અર્થ આપણે આમાંથી કાઢી શકીએ?
    તેમની જીવનઝાંખી વાંચો-
    http://sureshbjani.wordpress.com/2007/01/02/manoj_khanderia/

    Comment by સુરેશ જાની | September 27, 2007

  2. He is the best-My fav poet.

    Comment by Harnish Jani | September 27, 2007

Leave a comment