એક ગઝલ્-મનોજ ખંડેરિયા
આંગણું બડબડ્યું, ડેલી બોલી પડી ભીંત મૂંગી રહી,
ઘર વિષે અવનવી વાત સહુ એ કરી, ભીંત મૂંગી રહી.
આભમાં ઊડતી બારીઓ પથ્થરે કાં જડાઈ ગઈ ?
વાત એ પૂછનારેય પૂછી ઘણી, ભીંત મૂંગી રહી.
‘આવજો કે’વું શું પથ્થરોને ?’ ગણી કોઈ એ ના કહ્યું,
આંખ માંડી જનારાને જોતી રહી, ભીંત મૂંગી રહી.
ઘર તજી કોઈ ચાલ્યું ગયું એ પછી બારી એ બેસીને,
માથું ઢાળી હવા રાત આખી રહી, ભીંત મૂંગી રહી.
કાળના ભેજમાં ઓગળી ઓગળી એ ખવાતી રહી,
કોઈએ એ વિષે કો’દી પૂછ્યું નહીં, ભીંત મૂંગી રહી.
2 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



મને બહુ જ ગમતી ગઝલ. માત્ર પહેલો શેર જ વાંચ્યો હતો. આખીનો આસ્વાદ કરાવવા બદલ આભાર.
કેટકેટલા અર્થ આપણે આમાંથી કાઢી શકીએ?
તેમની જીવનઝાંખી વાંચો-
http://sureshbjani.wordpress.com/2007/01/02/manoj_khanderia/
Comment by સુરેશ જાની | September 27, 2007
He is the best-My fav poet.
Comment by Harnish Jani | September 27, 2007