ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

લઈ શકો તો તુષાર લઈ લો

unimed-pai-e-filho.jpg 

ખરીદો  ઝરણાં  અને   સમુદ્ર  ને   ઉપવનોની  બહાર  લઈ  લો,
ખરીદો   સસ્તામાં    ચાંદની  ને   રોજ  ઊગતી  સવાર લઈલો.

ગગનના  પાલવ  ઉપર ચમકતી  આ  તારલાની સવાર લઈલો,
કોઈ  ખીલેલે   ગુલાબ પરથી  જો  લઈ  શકો તો તુષાર  લઈલો.

બજારમાં  તો   ઘણો  મળે  છે એ પ્રેમ  લઈ ને  તમે  શું  કરશો?
તમારા પોતાના  ઘરમાં  આવી -તમારી  દુલ્હનનો પ્યાર લઈલો.

કદી  ન   ફેલાવ્યો  હાથ    જેણે  તમારી  દોલતની  ભીખ   માટે,
જો  લઈ  શકો  તો સ્વમાની એવા  બધાં નયનનો  ખુમાર લઈલો.

બધીય     દોલતને  છૂટે    હાથે    કદીક    ખર્ચીને  દોસ્ત  મારા,
બની   શકે  તો    કોઈ કવિના  હ્ર્દયના   છાના  વિચાર  લઈ લો.

પરંતુ   જાણું  છું  આપ    કો’દિ     બહાર   કે   ના  તુષાર  લેશો,
બહુ   જ   બેચેન   થઈ  જશો  તો    નવા કો  મોડલની  કાર લેશો.

-સૈફ પાલનપૂરી

September 21, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 3 Comments