ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સહેલા નથી

fantasy5.jpg 

આસુંના તોરણો બાંધવા સહેલા નથી,
હ્ર્દયના તોફાનો રોકવા સહેલા નથી.

ધર્મ,  કર્મનો  મર્મ   કોણ    જાણે અહીં?
માનવ  મંદીર બાંધવા   સહેલા નથી.

ભલે પરિભ્રમણ કરતો  બ્રહ્માંડમાં તું,
અનંતના રસ્તા શોધવા સહેલા નથી.

મોતને મળીશું એકવાર જરુર અહીં,
લાશ સઘરવાના રસ્તા સહેલા નથી.

‘દીપ’,  કોણ  કરશે યાદ ગયાં પછી?
અમર થવાના  ખ્યાલ  સહેલા નથી.

September 18, 2007 - Posted by વિશ્વદીપ બારડ | સ્વરચિત રચના | | 7 Comments

7 Comments »

  1. Waah ! khub j saras…………

    Comment by Pinki | September 18, 2007

  2. nice poem…

    Comment by કુણાલ | September 19, 2007

  3. અમર તો પ્રકૃતિ છે. માનવ ક્ષર છે.

    Comment by pravinash1 | September 19, 2007

  4. સરસ !

    Comment by ધવલ | September 19, 2007

  5. ધર્મ, કર્મનો મર્મ કોણ જાણે અહીં?

    સુંદર શબ્દો

    Comment by shivshiva | September 22, 2007

  6. અભિનંદન!

    હવે શાયર થશો તમે જરુર કહી દઉં
    કહેશોના મને કે તે રસ્તા સહેલા નથી

    Comment by vijayshah | September 23, 2007

  7. ખૂબ સુંદર રચના…!!

    Comment by ઊર્મિ | September 26, 2007

Leave a comment