ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-ડૉ. રઈશ મનીયાર

              ca7eq9f7ca1g9obocay1ikugcaoqnwrvcaou7j3fcau6wm09ca5fzfjicapmbc8acapkchnxcap7iryrca2bki9ocagmbsb7ca519lxncafbvaljcaug78fpcah7887gca85v7i2ca7eu0d8calw5lbk.jpg

છો   વેદ    વાંચનારાને    માનહાનિ   લાગે ,
પ્રસ્વેદ   પાડનારા   અમને   તો જ્ઞાની  લાગે.

મન  સાફ  હોય ત્યારે  દુનિયા  મજાની  લાગે,
આનંદ   ઉચ્ચ   લાગે    પીડા  ગજાની  લાગે.

બાળકને આખી  દુનિયા  બસ  એકલાની  લાગે,
ખોટું છે , એ  સમજતાં  એક જિંદગાની   લાગે.

પોણા  છ ફૂટની કાયા નહિતર  તો નાની  લાગે,
પડછાયા   લઈ  ફરો  તો તંગી  જગાની  લાગે.

ક્યારેક   ચાલી   ચાલી  તારા  સુધી  ન પહોચું,
ક્યારેક   ઠોકરો   પણ   તારી     નિશાની લાગે.

September 17, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 6 Comments