ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વેળાસર જતા રહીએ…

heartlight.gif 

જીવન   તો   ખૂબ   માણ્યું, ચાલ  મૃત્યુની  મજા   લઈ એ,
હવે  મન   થાય  છે   કે  આપણે   અહીંથી    જતા  રહીએ.

જરૂરતનું       અમારે    જોઈ   એ    કે    માનવી  છઈ એ,
અમે    પેગમ્બરો     થોડા     છીએ   કે    ઠોકરો   ખઈ એ?

તમારી      મે’રબાની  એવી   વરસી     કે   ગળે   આવ્યા,
હવે    મન   થાય   છે  કે   તમને  પકડી ફાંસી એ   દઈ એ.

હકુમત    ને   તમે   લાયક   નથી      તેથી   વિચાર્યુ    છે,
લઈને     હાથમાં     કાનૂન   સીધા       આથડી     લઈ એ.

ફરક    તેથી     શું  પડાવાનો  અમારા     હાલમાં   યા’રબ?
તને    માલિક   કહીએ    કે   પછી     તુજને   ખુદા   કહીએ.

નથી  રહી   આ    જહાં  જીવનને   લાયક ઓ ‘જલન’ તેથી,
છે   એમાં   આપણી   શોભા   કે    વેળાસર    જતા   રહી એ.

-જલન માતરી

September 13, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 2 Comments