ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વહેવારોની પાછળ

 septovar_pixels_025.jpg

 અહિંસા ને હિંસા  સંગાથે મળી !

******************************************

તરસતી   જિંદગી  ચાલી    કોઈના   પ્યારની   પાછળ,
નિસાસા    ને  વિલાપો   રહી  ગયા મરનારની  પાછળ.

તરંગોના    જનાજે     લાશ   ભાળી   હામ   હારી  ગઈ,
પડી’તી   આંધીઓ   સમ  ખાઈને   તરનારની  પાછળ.

બહુ  ના રો સ્વજન  સ્વજન ! થોડુંક રહેવાદે  રુદન બાકી,
ઘણાં     મરનાર   જીવે    છે     હજુ      મરનારની  પાછળ.

મને     જોઈને    એ      રીતે      નયન ભીંના  હસી  ઉઠ્યા-
અચાનક      તેજ   પ્રગટે  જે    રીતે   અંધકારની  પાછળ.

ખર્યુ      જો    ફૂલ   ડાળોથી   તો    ચારે   કોર   ઉપવનમાં,
રહ્યાં     અટ્ઠસ્ય     ને    મેણાં     ફક્ત   ખરનારની   પાછળ.

ગમે     તેવા    બૂરા  કાળે    ન     એનો       સાથ    છોડાયો,
થયા      બરબાદ   જીવનમાં    ‘જલન’ વહેવારની   પાછળ.

-જલન માતરી

September 12, 2007 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 2 Comments

2 Comments »

  1. ગમે તેવા બૂરા કાળે ન એનો સાથ છોડાયો,
    થયા બરબાદ જીવનમાં ‘જલન’ વહેવારની પાછળ.

    saras gazal

    ane majaano foto…

    Comment by કુણાલ | September 13, 2007

  2. સુંદર ગઝલ લઈ આવ્યા છો…. આભાર…

    Comment by વિવેક | September 17, 2007

Leave a comment