એક ગઝલ્-કૈલાસ પંડીત
સપ્ટેમ્બર-૧૧ ! ગોઝારા પ્રસંગે મારી અશ્રુભરી શ્રધ્ધાંજલી !
વિના કારણ જિંદગી હાથ ધોઈ જતી રહી,
રડતા મા-બાપ ને બાળ એ જોતી રહી,
કેવો સિતમ કરી ગયા!જાનવર જેવા દાનવો!
આજ સૌ ની યાદ અમારા અશ્રુમાં વહેતી રહી.
**************************************************
જિંદગીના હર કદમ પર મારે અથડાવું પડ્યું,
એટલે મૃત્યુને આધિન છેવટે થાવું પડ્યું .
કોઈને હેરાન કરવા છેડ મેં કીધી હતી,
ઉમ્રભર હેરાન મારે, એટલે થાવું પડ્યું.
જેની ચર્ચા, હું છડે ચોકે કરી લેતો હતો,
એની સાથે વાત કરતા, મારે મૂંઝાવું પડ્યું.
ગીત ના ગાઈ શક્યો, ને સાજ પણ તૂટી ગયું,
એટલે આંસુ વહાવી દિલને બહેલાવું પડ્યું.
કે વરસતાં વાદળા જેવા, બધા મિત્રો મળ્યા,
પ્યાસ મારી ના બુઝી , નાહક ભીંજાવું પડ્યું.
5 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.



નરી આંખે જે જોયું તે પચાવવું પડ્યું
ક્મને હરિનું લોચન ભીનું જોવું પડ્યું
Comment by pravinash1 | September 11, 2007
“કે વરસતા વાદળ જેવા બધા મિત્રો મળ્યા
પ્યાસ મારી ના બુઝી નાહક ભીંજાવું પડ્યું”
કવીએ બહુ સુન્દર વાત કહી ! આ પંક્તિ વાંચી
મને કવિ રમેશ પટેલ, પ્રેમોર્મિની એક સુંદર પંક્તિ યાદ આવી ગઈ,
“જીંદગીના કઇ દિવસો શેરડી કુચા બન્યા
રસ અમારો પી લીધો મીત્રો ઘણા ખુશી થયા !”
ડો.દિનેશ ઓ.શાહ, ગેઇન્સવીલ, ફ્લોરિડા, યુ.એસ.એ.
Comment by Dr. Dinesh O. Shah | September 11, 2007
ekdam hraday sparshi..
Comment by chetu | September 11, 2007
કે વરસતાં વાદળા જેવા, બધા મિત્રો મળ્યા,
પ્યાસ મારી ના બુઝી , નાહક ભીંજાવું પડ્યું.
વાહ…વાહ..
Comment by Devika Dhruva | September 14, 2007
The Makta is left out…here it is
e reete aandhi oothi, laine kafan besi gai
joi dasha “kailas”ni kudrat ne sharmaavoo padyu
Comment by Prashant | September 19, 2007